લોનાવાલા પાસેના ભૂશી ડેમ ખાતે પાંચ વ્યક્તિઓ ધોધમાં તણાઈ ને ડુબી જવાની દુઃખદ ઘટના બની છે.
જૂન માસની ૩૦ તારીખના રવિવારે લોનાવાલા પાસે ના ઝરણામાં કુદરતી જગ્યાઓ નો આનંદ માણવા ગયા હતા, જેમાં બે બાળકો સહિત પાંચ વ્યક્તિઓ ધોધમાં તણાઈ જઈને ડુબી મર્યા છે.
લોનાવાલા ખંડાલા નજીક થી પસાર થતા લોકોને ત્યાંની સુંદર જગ્યાઓ આસપાસ વહેતા જણાવો અને કુદરતી આકર્ષણ સહેલાણીઓને ખેંચી લાવતા હોય છે. બન્યું એવું કે રવિવારે ત્યાં માણસો ભેગા થયા હતા તેવામાં એક કુટુંબ શરૂઆતમાં સામાન્ય વહેતા પાણીના નાળામાં આનંદ માણવા વચ્ચે ગયા હતા. થોડીવાર પછી ડેમમાં પાણી ની આવક થતાં ઓચિંતાની ધસમસતા પાણીની સપાટી વધવા લાગી હતી અને પાંચ વ્યક્તિઓ કંઈક સમજે અને કિનારે બહાર નીકળી જાય ત્યાં સુધીમાં તો આસપાસ પાણી ફરી વળ્યા હતા અને વચ્ચે એક પથ્થર ઉભા હતા ત્યાં જ ફસાઈ ગયા હતા. ધીમે ધીમે પાણીનું જોર વધતા કમર સુધી પાણી આવી ગયું હતું અને તેઓ વહેતા નાળા માંથી કિનારી પર આવી શકે એવી કોઈ શક્યતા ન હતી. 15 -20 મિનિટના સમયમાં પાણીનો હાઈ કરંટ પ્રવાહ તેમના પગ પાસે વધવા લાગ્યો અને તેઓ સતત સ્થિર ઊભા રહેવા સંઘર્ષ કરતા રહ્યા.
આ સમયે આસપાસના લોકો જોઈને બુમાબુમ કરવા લાગ્યા છતાં કોઈ તેને બચાવી શક્યું નહીં. બધા લોકો કુતોહલતાપૂર્વક આ દ્રશ્ય નિહાળી રહ્યા હતા અને જોનારા સમજી ગયા હતા કે આ પાંચ જણ નું તણાઈ જવું નિશ્ચિત છે. જોતજોતામાં પાણીના વહેણમાં પાંચે જણા ગરકાવ થઈ ગયા હતા. અને બાજુના ઉંડાણવાળા પાણીમાં તેઓ ધસી પડ્યા હતા. આખી ઘટના ના સમાચાર વાયુવેગે પ્રસરી ગયાં હતાં.
છેલ્લા સમાચાર મુજબ પાંચ વ્યક્તિઓ નું તણાઈ જવાથી મૃત્યુ થયું છે અને આખી રાત મહેનત કરવાથી સોમવારે સવાર સુધીમાં ત્રણ શબ હાથ લાગ્યા છે.
મળી આવેલા ત્રણ શબો ના નામ આ પ્રમાણે છે. આ બધા લોકો સૈયદનગર, પુનાના રહેવાસી હોવાનું જણાવ્યું છે.
(૧) શાહિસ્તા લિયાકત અન્સારી ઉમર 37 વર્ષ (૨) અમિમા સલમાન અન્સારી ઉંમર 13 વર્ષ તથા (૩) ઉમેરા સલમાન અન્સારી ઉંમર ૮ વર્ષ.
બે વ્યક્તિઓ લાપતા છે તેઓ નાં નામ (૧) અદનાન સબાહત અન્સારી ઉંમર ૪ વર્ષ તથા મારિયા અકીલ સૈયદ ઉંમર ૯ વર્ષ ની શોધખોળ ચાલુ છે.
પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જગતાપે જણાવ્યું કે સ્થાનિક શિવદુર્ગ મિત્ર મંડળ તથા ભારતીય નેવીના કર્મચારી શ્રી શિવાજી તથા રેલ્વે તથા ફોરેસ્ટ વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશને સાથે મળીને આખા કામને જવાબદારી પૂર્વક નિભાવ્યું હતું. લોનાવાલા- ખંડાલા આવતા સહેલાણીઓને સ્થાનિક પોલીસ વિભાગે જાહેર ચેતવણી આપી છે કે ચોમાસા દરમિયાન અજાણી જોખમી જગ્યાઓ પર જવું નહીં તથા આસપાસના વિસ્તારો જેવા કે ભૂસી ડેમ, ઘુવડલેક, ટાટા ડેમ, તુંગલી ડેમ, ખંડાલા પાસે રાજમાંચી, કૂણેગાવ તથા કુરવાંડે જેવી જગ્યાઓએ સલામતીના કડક નિયમોનું પાલન કરવું.
(સામાજિકપથ.com ન્યૂઝ જાગૃતિ માટે સતત સેવામાં)