એક સમાચાર દ્વારા જાણવા મળે છે કે સુરતમાં મેટ્રો ટ્રેનની લાઈનના ચાલુ કામ દરમિયાન જાયન્ટ સાઇઝની ક્રેન બાજુની સોસાયટીમાં આવેલ બંગલા ઉપર તૂટી પડી.
જોકે નુકસાન કે જાનહાનિના સમાચાર છે કે કેમ, તેની તપાસ થઈ રહી છે. મેટ્રો કોન્ટ્રાક્ટના જવાબદાર અધિકારીઓ દોડી આવ્યા છે.
આ બનાવ નાના વરાછા માં આવેલ યમુના નગર સોસાયટી (બે) પાસે બન્યો. આ ઘટના સમયે પૂરતી તકેદારી રાખવામાં આવી હતી પણ ક્રેન નું સમતોલન બગડતા આ ઘટના બની હોવાનું ત્યાં હાજર રહેલ લોકો દ્વારા ચર્ચાએ રહ્યું છે. ટેકનીકલ તપાસ બાદ એનું સાચું કારણ જાણવા મળશે.