ગત અઠવાડિયે પડેલો વરસાદ ખાસ કરીને વડોદરા અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં રમણ-ભમણ કરીને ગયો. એમાંથી કેટલાકના ઘરોમાં પાણી ઘૂસી ગયા અને ઘણું નુકસાન પણ થયું. લોકોએ સરકાર સામે પોતાની માંગણીઓ રજૂ કરી અને સરકારે તેમને મદદ કરવા નું આયોજન કર્યું.
એ દરમિયાન હવે આજથી એટલે તારીખ 3 સપ્ટેમ્બર થી નવા એંધાણ વર્તાઈ રહ્યા છે એમાં આખું ગુજરાત ઓછે વત્તે અંશે લપેટાવાનું છે. વિવિધ વેધર એપ્લિકેશનનો જણાવે છે કે તારીખ 3 થી 6 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. કદાચ આ સિઝનનો પાછલો વરસાદ હોઈ શકે. તેવું જાણકારો કહી રહ્યા છે.
તારીખ બીજી સપ્ટેમ્બરે સાંજે 4:30 વાગ્યા પછી અમદાવાદમાં જે અચાનક બદલાવ આવ્યો તે અચંબો પમાડે તેવો હતો. તોફાની વરસાદ ની સાથે વીજ કડાકાઓ એ હૃદયનાં ધબકારા વધારી દીધા. હવે આજથી ઉભી થયેલી નવી સિસ્ટમ પ્રમાણે દક્ષિણ ગુજરાત, ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, વલસાડ સુરત થી વડોદરા તથા ભાવનગર પોરબંદર દ્વારકા ના દરિયા કિનારાઓ તથા ત્યાંના જિલ્લાઓ માં વધારે ભારે વરસાદ રહેવાની શક્યતાઓ છે. અમદાવાદ તથા ઉત્તર ગુજરાત પણ બાકી રહેવાનાં નથી. આ વિસ્તારમાં છૂટો છવાયો પણ ભારે વરસાદ અચાનક આવી પડે. આનું કારણ વાતાવરણમાં સર્જાયેલું ડિપ્રેશન છે. જે પૂર્વ તરફથી દક્ષિણ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને અમદાવાદ તરફથી ઉત્તર ગુજરાત અને કચ્છ તરફ આગળ વધશે છે. તેના દ્વારા ખેંચાતા વાદળો ભારે વરસાદ લાવશે તેવું વિવિધ વેધર ન્યૂઝ માં જણાવવામાં આવ્યું છે.
આગાહીનો ફાયદો એ છે કે એના માટેની પૂર્વ તૈયારીઓ કરવામાં આવે કે જેથી નુકસાન ઓછું થાય તથા જનજાગૃતિનો સમય પણ મળે.
નીચે આપેલા નકશાઓ આ પોસ્ટ સાથે જોડાયેલા નકશાઓ લાલ કલર માં ડિપ્રેશન તથા એની આસપાસ 10 થી 25 કિલોમીટર ના ઘેરાવવામાં ઘેરાયેલા વાદળો દર્શાવે છે આ પ્રમાણે આપણે પોતાના આયોજનો વ્યવસ્થિત કરીને સમય યોગ્ય રીતે પસાર કરીએ.