કુદરતી રીતે ફેરફારો થયા કરે છે. હવે આજથી એટલે તારીખ 3 સપ્ટેમ્બર થી નવા એંધાણ વર્તાઈ રહ્યા છે એમાં આખું ગુજરાત ઓછે વત્તે અંશે લપેટાવાનું છે. વિવિધ વેધર એપ્લિકેશનનો જણાવે છે કે તારીખ 3 થી 7 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.
તારીખ બીજી સપ્ટેમ્બરે સાંજે 4:30 વાગ્યા પછી અમદાવાદમાં જે અચાનક બદલાવ આવ્યો તે અચંબો પમાડે તેવો હતો. તોફાની વરસાદ ની સાથે વીજ કડાકાઓ એ હૃદયનાં ધબકારા વધારી દીધા. હવે આજથી ઉભી થયેલી નવી સિસ્ટમ ની આગાહી જિલ્લા પ્રમાણે નક્શામાં જુઓ.
રેડ – અતિ ભારે વરસાદ
ઓરેન્જ – ભારે વરસાદ
યલો – સામાન્ય વરસાદ
ગ્રીન – ઓછો વરસાદ