તેજલ બેન સોલંકી “ડ્રોન દીદી” બન્યા

“કિસાન ડ્રોન” તેજલબેન સોલંકી
કેન્દ્ર સરકારની મહિલા સશક્તિકરણ યોજના “ડ્રોન દીદી” નો લાભ લઈ તેજલબેને બનાસકાંઠાના રાણપુરા ગામના ઠાકોર સમાજનું નામ રોશન કર્યું છે. પુના ખાતે પંદર દિવસ ટ્રેનિંગ પૂરી કરી હવે તે ખેતરોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરીને ખેતીવાડી ક્ષેત્રે ડ્રોન દ્વારા કામ કરશે. પોતાની કામગીરી માં પ્રગતિ કરવાની આશા રાખે છે. તેમને 15 લાખ રૂપિયાનું ડ્રોન તેમજ ઈલેક્ટ્રીક વ્હીકલ નિશુલ્ક આપવામાં આવ્યા છે.

જૂની પદ્ધતિમાં મહેનત વધારે થતી તથા સમય ઘણો જતો હવે સહેલાઈથી જંતુનાશક દવા છંટકાવનુ કામ ઝડપી થશે સમાજના એક આગેવાનનું કહેવું છે કે ઘુંઘટ પ્રથા ની પરંપરા માંથી બહાર આવીને તેજલબેને સાહસિકતા દાખવી છે. જે ભણેલા ગણેલા બહેનો માટે પણ નમૂના રૂપ છે.

તાજેતરમાં કેન્દ્ર સરકાર ની યોજના હેઠળ આખા દેશમાંથી કેટલીક મહિલાઓને પસંદ કરી બોલાવવામાં આવી હતી પુના ખાતે વર્કશોપ યોજાયો અને તેમને ડ્રોન શિક્ષણ આપવામાં આવ્યું. આજે તેજલબેન પોતાના અને આસપાસના ખેતરોમાં ડ્રોનથી દવા છંટકાવ કરી શકશે. તેઓ જણાવે છે કે મોદી સરકારે નારી સશક્તિકરણ ની દિશામાં ખૂબ ઉપયોગી કામ કર્યું છે.