કેજરીવાલને હાઇકોર્ટથી રાહત ન મળી ૩ એપ્રિલ સુધી સુનાવણી ટળી

દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલની પિટિશન પર આજે દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી હતી જેમાં દિલ્હી હાઇકોર્ટે તેમને રાહત આપી ન હતી. હાઇકોર્ટ દ્વારા ત્રણ એપ્રિલે સુનાવણી કરવામાં આવશે. જેથી કેજરીવાલને જેલમાં જ રહેવું પડશે.

કેજરીવાલ 21 માર્ચ ની રાતથી લિકર એક્સાઇઝ પોલિસીમાં મની લોન્ડ્રિંગ કેસના આરોપમાં ઈડીની કસ્ટડીમાં છે.

ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ દ્વારા 21 માર્ચની રાત્રે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ આમ આદમી પાર્ટીની ટીમે સુપ્રીમ કોર્ટમાં જામીન માટે પિટિશન દાખલ કરી હતી. કેજરીવાલે તે પિટિશન પરત લીધી હતી અને દિલ્હી હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી જેની આજે હાઇકોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી.