ગુરુવારે ટ્રેડિંગમાં શેરબજારોમાં મજબૂતી જોવા મળી હતી, જે નાણાકીય વર્ષનું છેલ્લું ટ્રેડિંગ સત્ર પણ છે. સેન્સેક્સ 900 પોઈન્ટ ઉછળ્યો જ્યારે નિફ્ટી-50 22,400 ની ટોચે પહોંચ્યો. BSE પર તમામ લિસ્ટેડ શેરોનું સંયુક્ત માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 2.74 લાખ કરોડ વધીને રૂ. 386.38 લાખ કરોડ થયું છે.
આ દરમિયાન સૂચકાંકો મહિના માટે 2 ટકા વધ્યા હતા અને નાણાકીય વર્ષ 2023-24માં તે 29 ટકા જેટલો વધ્યા હતા.
આજની કાર્યવાહી પર નજર કરીએ તો, વિશ્લેષકો આજની તેજીનો શ્રેય વિદેશી રોકાણકારો અને મજબૂત ડોમેસ્ટિક સોર્સને આપે છે. ડોમેસ્ટિક ઇનસ્ટીટ્યુશનલ ઇન્વેસ્ટરએ છેલ્લા સાત ટ્રેડિંગ સેશનમાં રૂ. 24,700 કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હોવાના અહેવાલ છે.