બર્થ ડે કેક ખાવાથી દસ વર્ષની બાળકીનું મૃત્યુ થયું. થોડાક કલાકો પહેલાં બનેલી ઘટના છે. પંજાબના પટિયાલા શહેરમાં રહેતા એક કુટુંબમાં દસ વર્ષની બાળકીની વર્ષગાંઠ હોવાથી પરિવારજનોએ કેક ઓનલાઇન મંગાવી હતી. તે ખાધા પછી આખા કુટુંબના સભ્યો બીમાર પડી ગયા તથા જેની બર્થડે ઉજવાય રહી હતી તે નિર્દોષ બાળકીનું મરણ થયું.
વધુ વિગતે જાણવા મળે છે કે તે કેક ના સેમ્પલ ટેસ્ટ લેબોરેટરીમાં તપાસ કરતા તેમાંથી સિન્થેટિક સ્વીટનર વધુ પડતું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે. આ સેમ્પલને વધુ તપાસ માટે એફએસએલ લેબોરેટરીમાં મોકલવામાં આવશે. જાણકાર લોકોના જણાવ્યા અનુસાર તેમાં આર્ટિફિશિયલ રંગ વધુ પડતી ચરબી તથા બનાવટી અખાદ્ય રંગો નો ઉપયોગ થયો હોવો જોઈએ. આ કેક એક નજીકની બેકરીમાંથી મંગાવવામાં આવેલ હતી.
જિલ્લા મેડિકલ ઓફિસર શ્રી જિંદાલ સાહેબ જણાવે છે કે સેકરીનનો વધુ પડતો ઉપયોગ થયો હશે તેનાથી બ્લડ સુગર વધી જતું હોય છે. પોલીસે આ મામલે કેસ દાખલ કર્યો છે અને એફઆઇઆર નોંધાવી છે. પોલીસે બેકરીના માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી માટે કવાયત શરૂ કરી છે.
વાયરલ થયેલા વિડીયોથી આખા વિસ્તારમાં ઉહાપોહ મચી ગયો હતો. લોકો વચ્ચે વાતો થતી હતી કે પહેલાં પરિવારજનો આનંદ કરતા હતા પણ થોડી વાર પછી ઘરનો માહોલ શોકમાં બદલાઈ ગયો. એક પછી એક જણ બીમાર પડવા લાગ્યા ત્યારે એને ગંભીરતાની નોંધ લેવાઈ. શરૂઆતમાં કેક ખાધેલ લોકો ને ઉલટીઓ થવા લાગી દર્દીઓને વધુ અસર થતા દાખલ કરવામાં આવ્યા તથા ઓક્સિજન પર રાખવામાં આવેલ બાળકી ને પણ બચાવી શકાઈ નહી.
આ સમાચારથી “સા.પ.” ના વાચકોને જાગૃતિ માટે જણાવવામાં આવે છે કે કેક વેચતી બેકરીઓમાં લાંબા સમયથી બનાવીને પડી રહેલી કે શોકેસમાં મૂકેલી કેક ભલે દેખાવમાં સુંદર લાગતી હોય પણ તંદુરસ્તી ને હાનિ કરતા મુદ્દાઓ પર ધ્યાન આપી અને થોડીવાર વિચારીને આગળ વધવું ખૂબ જરૂરી છે.