ફોટોગ્રાફર બિપીન ક્રિશ્ચયન નું વડોદરામાં પ્રદર્શન

કલાનગરી વડોદરા શહેરમાં અમદાવાદના ફોટોગ્રાફર શ્રી બિપીન ક્રિશ્ચયન ના કલાત્મક ફોટોગ્રાફ્સ નું પ્રદર્શન “TRIBALS OF INDIA” યોજાયું. વડોદરાના અલકાપુરીમાં આવેલી વી.એન ગાડગીલ ગેલેરીમાં આ પ્રદર્શન તારીખ 24 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી યોજાઇ રહ્યું છે. આ પ્રદર્શન સવારે 11:00 વાગ્યાથી સાંજે 7:00 વાગ્યા સુધી જોઈ શકાશે.
બિપીનભાઈ એ પ્રદર્શન માં ભારતની સાંસ્કૃતિક વિરાસત એવા આદિવાસી લોકોની લાક્ષણિકતાઓ દર્શાવતા અદભુત ફોટોગ્રાફ્સ રજૂ કર્યા છે. આ ફોટોગ્રાફ્સને તેમણે કોમ્પ્યુટર ટેકનીકમાં પેઇન્ટિંગ જેવો ઓપ આપી કેનવાસ પર પ્રિન્ટ કાઢીને રજૂ કર્યા છે.
પ્રદર્શનના ઉદ્ઘાટન સમયે જાણીતા ફોટોગ્રાફરો, કલાકારો અને વડોદરા ની કલાપ્રેમીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ગુજરાતની લલિત કલા એકેડેમીની સ્પોન્સરશિપથી તેમણે ઘણા પ્રદર્શનો કરેલા છે. તેમના ઘણા ફોટોગ્રાફ્સ ગુજરાત અને બહારના રાજ્યમાંથી પણ પારિતોષિક મેળવેલ છે. અમદાવાદની જાણીતી નિહારિકા ફોટોગ્રાફર્સ ક્લબ અને કેમેરા ક્લબ ઓફ કર્ણાવતી જેવી સક્રિય સંસ્થા સાથે તેઓ જોડાયેલા છે.

અત્યાર સુધીના એમના ઘણા પ્રદર્શનો આજે પણ લોકો યાદ કરે છે. આ તેમનો નવમો વનમેન શો છે. તેઓ સતત ફોટોગ્રાફી ક્ષેત્રે પ્રયોગશીલ કામ કરતા રહ્યા છે. એમણે આ ફોટોગ્રાફી પ્રદર્શનમાં આદિવાસીઓ સ્ત્રી-પુરુષોના પોટ્રેટ્સ ને અદભુત રીતે કંડાર્યા છે. અલગ અલગ રાજ્યોમાંથી આ ફોટોગ્રાફી કરી છે. રાજસ્થાન, કચ્છ, છોટાઉદેપુર અને મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારોમાં તેઓએ લાંબો સમય સુધી ફોટોગ્રાફી કરવા રઝળપાટ કરી છે, આદિવાસીઓ ની ઘણી કોમ આજે લુપ્ત થઈ રહી છે ત્યારે સંસ્કૃતિને લોકો સમક્ષ રજુ કરવાની એમની આ એક નોંધનીય ઝુંબેશ છે.
“સામાજિક પથ” ન્યૂઝ ટીમ શુભેચ્છા પાઠવે છે.