અમદાવાદમાં અચાનક જ વાવાઝોડા સાથે કમોસમી વરસાદ

અમદાવાદમાં સાંજે 5 વાગ્યા પછી અચાનક જ વાતાવરણમાં પલટો આવી ગયો હતો. ઊંચે આકાશમાં ધૂળની ડમરી ઉડવા લાગી હતી અને કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાપટાં પડયા હતા. એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છે ધૂળના વંટોળમાં ઇમારતો ગાયબ થઈ ગઈ હતી. મોડી સાંજ સુધી જોરદાર પવન સાથે વરસાદ શરૂ થયો હતો અને અનેક વિસ્તારોમાં સામાન્ય પાણી ભરાવાના શરૂ થયા હતા.

બીજો વાયરલ વીડિયો મણિનગર કૃષણબાગ ચાર રસ્તા પાસેનો હોવાનું જણાઈ રહ્યુ છે જેમાં વીજળીના ડિસ્ટ્રીબ્યુસન બોક્સમાં સ્પાર્ક થઈ રહ્યું છે અને તેની આસપાસ પાણી ભરાઈ ગયું છે. વાહન ચાલકો તે જોઈ દુર ભાગતા હોય તેવું વીડિયોમાં દેખાય છે.