હૈદરાબાદથી ભાજપના ઉમેદવાર માધવી લતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં તે પોલિંગ બૂથ પર મહિલાઓના વોટર આઈડી ચેક કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન માધવી લતા મહિલાઓને તેમના બુરખા હટાવતા અને તેમના ચહેરાને મેચ કરતા પણ જોવા મળે છે. આ વીડિયો જૂના હૈદરાબાદ શહેરના એક પોલિંગ બૂથનો હોવાનું કહેવાય છે.
તેલંગાણાની હૈદરાબાદ સીટ પરથી બીજેપી ઉમેદવાર માધવી લતાની મુશ્કેલીઓ વધી રહી છે. તેમની સામે મુસ્લિમ મહિલા મતદાતાઓ સાથે ગેરવર્તન કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. હૈદરાબાદના મલકપેટ પોલીસ સ્ટેશનમાં માધવી લતા વિરુદ્ધ IPCની કલમ 171 C, 186, 501(C) અને ચૂંટણીને પ્રભાવિત કરવા માટે લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 132 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હૈદરાબાદ કલેક્ટર કચેરીએ આ માહિતી આપી છે.
Photo & video credit: ANI