કુવૈત ના મંગાફ શહેરમાં આગ લાગતા 41 થી વધુ લોકોનાં મૃત્યુ

કુવૈત ના મંગાફ શહેરમાં આગ લાગતા 41 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. તેમાં મોટાભાગના ભારતીય હોવાનું જણાયું છે. ભારતીય દુતાવાસે પણ આ સમાચારની હકિકત સ્વીકારી ને 30 થી વધારે લોકો ઘાયલ થવાનું જણાયું છે.

સમાચાર એજન્સી રાઈટર દ્વારા પ્રસિદ્ધ થયલ સમાચાર માં લખ્યું છે કે બુધવારે સવારે છ વાગે આ આગ લાગી હતી. જે ઇમારતમાં આગ લાગી છે તે ઇમારત ભારતીય મજૂરો મોટી સંખ્યામાં રહેઠાણ માટે વાપરતા હતાં.

જવાબદાર માણસોએ જણાવ્યું છે કે બુધવારે સવારે લાગે કુવેતના દક્ષિણમાં આવેલ અહમદી પ્રાંત ના મંગાફ વિસ્તારમાં છ માળની ઇમારતમાંના રસોડામાં આગ ફાટી નીકળી હતી. જવાબદાર અધિકારીઓએ એની તપાસ શરૂ કરી દીધી છે.‌ આ ઈમારતમાં 160 થી વધારે લોકો રહેતા હતા એ બધા એક જ કંપનીના કર્મચારીઓ હતા એવું પણ જાણવા મળે છે કે મકાન માલિક કેરાલા નો વતની હતો.

કુવેતમાં લાગેલી આગ બાબતે ભારતીય એમ્બેસીએ એક પોસ્ટમાં કહ્યું છે કે આગ દુર્ઘટના ના સંબંધમાં એમ્બેસીએ હેલ્પ લાઇન નંબર +965-65505246 ઇમર્જન્સી હેલ્પલાઇન નંબર આપ્યો છે સંબંધીત લોકોને આ નંબર નો ઉપયોગ કરવા કહેવામાં આવ્યું છે. દૂતાવાસ શક્ય તેટલી સંભવિત મદદ કરશે.

ભારતીય રાજદૂત આ જગ્યાનું ની મુલાકાત લઈ ચૂક્યા છે ઘાયલોને નજીક ની અલહધન હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા છે. ત્યાં લગભગ ૩૦ જેટલા મજૂરોને દાખલ કરવામાં આવ્યા છે. ભારતીય દુતાવાસ ના અધિકારીઓએ દર્દીઓ તથા તેમની સાથેના માણસોને આશ્વાસન આપ્યું છે અને સહાય કરવાની વાત કરી છે હાલમાં બધા દર્દીઓ ની હાલત સ્થિર છે.

આ પરિસ્થિતિમાં કુવેત ટાઈમ્સ ના રિપોર્ટમાં જણાવ્યું છે કે બિલ્ડીંગ ના માલિક ને ગિરફતાર કરવામાં આવ્યા છે ત્યાંની સરકાર તથા મંત્રીઓ દર્દીઓની સહાય કરવા સતત દોડધામ કરી રહ્યા છે.

સ્થાનિક સરકારી મંત્રીઓ એ આ જગ્યાની મુલાકાત લીધી છે અને જણાવ્યું છે કે ” આ જે કંઈ થયું છે તે દુઃખદ છે, કંપની અને બિલ્ડીંગ માલિકો ની વધુ પડતી લાલચનું આ પરિણામ કહી શકાય” ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે સુરક્ષા આવશ્યકતા ફરજિયાત બનાવવાનો આદેશ કરવામાં આવ્યો છે.