ઈટાલીમાં ૧૩ થી ૧૫ જૂન સુધી જી ૭ સમિટ ચાલી રહી છે અને વડાપ્રધાન મોદી ઇટાલી સમિટમાં હાજર છે. ચુંટણી જીત્યા બાદ આંતરરાષ્ટ્રિય સ્તરે જી ૭ સમિટ એ તેમનો પ્રથમ કાર્યક્રમ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોપ ફ્રાન્સિસને G7 સમિટ દરમિયાન મળ્યા હતા અને ભેટી પડ્યા હતા. તેમને જણાવ્યું કે પોપ ફ્રાન્સિસ લોકોની સેવા કરવા અને આપણા ગ્રહને બહેતર બનાવવાની તેમની પ્રતિબદ્ધતાની હું પ્રશંસા કરું છું. તે ઉપરાંત તેમને ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું.