અયોધ્યા રામ મંદિરની સુરક્ષા માં (NSG) નેશનલ સિક્યુરિટી ગાર્ડ

ઉત્તર ભારતના ઘરેણાં સમાન અને કરોડો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર રામ મંદિર હવે એનએસજી ની સુરક્ષા હેઠળ લાવવામાં આવશે. તે સમાચારથી ગુજરાતી ભક્તજનો હર્ષની લાગણી અનુભવી રહ્યા છે.

આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપનાર એનએસજી નેશનલ સિક્યુરિટી ગાર્ડ હવેથી અયોધ્યામાં નવસર્જિત રામમંદિરની સુરક્ષા કરશે એવી યોજના તૈયાર કરવામાં આવી રહી છે. રામ મંદિરની સુરક્ષા ને ધ્યાનમાં રાખવાની જરૂર એટલે મહત્વની બની જાય છે કે આખા દેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ રોજે રોજ રામ મંદિરની મુલાકાત લે છે. આ સમયે કોઈ ચૂક ન રહી જાય તેથી સરકારે આ જગ્યાની સુરક્ષાને ગંભીર ગણીને (NSG) ના કમાન્ડો ને કાયમી ધોરણે સોંપવાનો નિર્ણય લેવાનો વિચાર્યું છે. આ સુરક્ષા બળ રામમંદિર ની સાથે સાથે ઉત્તર ભારતના સિક્યુરિટી ની જરૂરિયાતવાળા દરેક ધર્મસ્થાનો ઉપર બાજ નજર રાખશે. એમાં કાશી, મથુરા, સહરાનપુર વગેરે જગ્યાઓ નો સમાવેશ કરવામાં આવ્યો છે. આસપાસના બીજા મંદિરો માં પણ આતંકવાદના ભયસ્થાનો જણાય ત્યાં આ સિક્યુરિટી ફોર્સ અયોધ્યા થી ત્યાં દોડી જશે અને અયોધ્યામાં આનું મુખ્ય કેન્દ્ર બનાવવામાં આવશે.

તાજેતરમાં બનેલી જમ્મુ કાશ્મીર ની ઘટનાઓ અને પકડાયેલા આતંકવાદીઓ પાસેથી જાણવા મળ્યું હોવાનું કહેવાય છે. તેથી આ મંદિર ની આ સુરક્ષા યોજના નિર્ણાયક સાબિત થશે. કેટલાક આતંકવાદી પરિબળોના ટેકેદારો અને સ્લીપર સેલ સોશિયલ મીડિયા દ્વારા બેફામ ભાષામાં ઉશ્કેરણી વાત કરી રહ્યા છે તે પણ સરકાર વિચારી રહી છે.

સુંદર અને કલાત્મક બનેલ રામ મંદિર ના ઉદઘાટન પછી કેટલાક વિરોધી પરિબળોએ રામમંદિર પર હુમલો કરી ને નુકસાન કરવાનું કે તોડી પાડવાનું કહી રહ્યા છે. આ બાબતે સરકારે આ નિર્ણય તાત્કાલિક લીધો હોવાનું જણાય છે તે ધ્યાનમાં રાખીને આ સ્થળોનો હવાલો સોપ્યો હશે એમ લોકો વાત કરી રહ્યા છે અને સંતોષ પણ માણી રહ્યા છે.

1886માં આતંકવાદી બળોને અંકુશમાં રાખવા સરકારે એનએસજીની રચના કરી હતી હવેથી તેની જવાબદારીમાં આસ્થા કેન્દ્રોને પણ સુરક્ષા પહોંચાડવામાં આવી રહી છે. જો કે હજુ ઉત્તર પ્રદેશ રાજ્ય ની સ્પેશ્યલ સિક્યુરિટી ફોર્સ જ આ જવાબદારી નિભાવી રહી છે. તેમાં હવે મોટું પરિવર્તન થશે.