આતંકવાદી જૂથના નેતાએ ખુલ્લી ચેતવણી આપી

આતંકવાદી હમાસ અને ઇઝરાયેલ ના યુદ્ધ સંઘર્ષ માં એક નવી ખટપટ ઊભી થઈ છે. ઈરાન સમર્થિત આતંકવાદી જૂથના નેતાએ બુધવારે એક ટેલિવિઝન ભાષણમાં ખુલ્લી ચેતવણી આપી.

એક આગ ઝરતા ભાષણમાં, હિઝબોલ્લાહના ગૃપ ના નેતા હસન નસરાલ્લાએ નજીકના દેશ સાયપ્રસની વાત કરીને જણાવ્યું હતું કે, જો તે લેબનીઝ આતંકવાદી જૂથ અને ઇઝરાયેલ વચ્ચેના સંભવિત યુદ્ધમાં, ઇઝરાયેલને મદદ કરશે તો ટચુકડા સાયપ્રસ ટાપુને નિશાન બનાવવાની જરૂર પડશે. તેથી સાયપ્રસ પણ આ યુદ્ધનો ભાગ બનશે??”

સાયપ્રસ યુધ્ધમાં સંકળાયેલા ઇઝરાયેલી દળો માટે તેના એરપોર્ટ અને રનવે ખોલીને મદદરૂપ થાય છે. તે બંધ કરે.
એની સામે “ઇંટકા જવા પથ્થર સે” ના નિયમ પ્રમાણે
ઇઝરાયેલે સીધી ચેતવણી આપી છે કે એ દિવસો દુર નથી. હવે “સંપૂર્ણ યુદ્ધની સંભાવના” લેબનોનમાં “ખૂબ નજીક છે”

સાયપ્રસના પ્રમુખ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સે યુદ્ધમાં સામેલ હોવાનો ઇનકાર કર્યો હતો. એમણે કહ્યું નસરલ્લાના નિવેદનો વ્યાજબી નથી, સાયપ્રસ યુદ્ધ કામગીરીમાં સામેલ નથી છતાં તેવી છબી રજૂ કરવા માટે જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તે જુઠ્ઠાણું છે. તેની સાથે તેઓ કોઈપણ રીતે સુસંગત નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, લેબનીઝ અને ઈરાની સરકારો સાથે વાતચીતનો દોર ચાલુ છે.