ભારતમાં કેરાલા, તામિલનાડુ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, તેલંગાણા, ઓડીસા, પશ્ચિમ બંગાળ સુધી ફેલાયેલો નક્સલી વિસ્તાર ક્ષેત્ર મા અવારનવાર દુર્ઘટનાઓ બનતી રહે છે અને ભારતીય સૈન્યના જવાનો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે જો કે છેલ્લા દસ વર્ષમાં ખૂબ જ મોટો વિસ્તાર જે ગણાતો હતો તે હવે સંકોચાઈને માત્ર થોડાક રાજ્યો સુધી સીમિત થઈ ગયો છે, એ સફળતા જ ગણાય છે.
બે દિવસ પહેલા છત્તીસગઢ રાજ્યના સુકમાં જિલ્લાના ટેકલગુડમ અને ટીમાપુર કહેવાતી જગ્યાઓ, જ્યાં ખૂબ ગીચ જંગલો ઝાડિયો અને કોતરો આવેલા છે. ત્યાં ભારતના સીઆરપીએફ જવાનો ઉપર અચાનક હુમલો થતા બે જવાનો શહીદ થયા છે. જોકે જમીનમાં છુપાયેલા બોમ્બ નો એલઇડી બ્લાસ્ટ એટલો ગંભીર હતો કે ટ્રકના ભુક્કા બોલાવી દીધા હતા છતાં જવાનોની સંખ્યા ઘણી વધારે ન હોવાથી મોટું નુકસાન થતું બચી ગયું છે.
આજકાલ રેડ કોરિડોરના ઉગ્ર નક્ષલવાદીઓ એલઇડી બ્લાસ્ટ જે રસ્તામાં જમીનમાં દાટેલા બોમ્બ તેનો ઉપયોગ ઘણો વધારે કરતા જોવા મળે છે અને તેનું ઘણીવાર રાષ્ટ્રના સૈનિક દળો ને સમજ પડતી નથી તાજેતરમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં ના થોડા દિવસ પર વરસાદ પડ્યો હતો. તેથી રસ્તામાં કોઈ નિશાની જણાતી ન હતી અને એવામાં સીઆરપીએફ જવાનોની ટ્રક પસાર થતા ત્યાં બ્લાસ્ટ થયો શહીદ થયેલા બે જવાનો ના નામ જેમાંના એક કેરાલા ત્રિવેન્દ્રમના વિષ્ણુ આર છે તથા બીજા ઉત્તર પ્રદેશ કાનપુરના રહેવાસી શૈલેન્દ્ર છે એમ જણાવવામાં આવ્યું છે. જમીનમાં ઊંડો ખાડો પડી ગયો હતો અને ટ્રક ની હાલત ભંગાર જેવી થઈ ગઈ હતી, જો કે હજુ તપાસ ચાલી રહી છે પણ બંને જવાનોના શબ નો સીઆરપીએફ કંપનીએ કબજો મેળવી લીધો છે આ રાજ્યોની જગ્યાઓમાં આવા ઘણા કિસ્સાઓ બનતા રહે છે.
અગાઉ આ જ પદ્ધતિથી 10 જેટલા જવાનો શહીદ થયા હતા સરકાર આ બાબતે ઘણું સારું કાર્ય કરી રહેતી હોય તેવું જોવા મળે છે આ સાથે સાથે આ જગ્યાએ એન્ટી નક્સલ ઓપરેશન ટીમ દ્વારા માઓવાદીઓ સામે જપાજપી થઈ હતી પણ નક્ષલી જંગલોમાં નક્સલવાદીઓ પોતાના સાધનો મૂકીને ભાગી છુટ્યા હતા. નક્ષલવાદીઓની સુચના સરકારને ગુપ્ત સાધનો દ્વારા મળી ચૂકી હતી અને સૈનિક દળના જવાનોએ તાબડતોડ હુમલો કર્યો હતો, જોકે એમ કહેવામાં આવે છે કે ઘણું મોટું નુકસાન થવાનું હતું એ બચી ગયું છે. અને થોડી જાગૃતિ આ જગ્યાએ કામ લાગી છે છતાં નક્ષલવાદીઓનો ઈરાદો મહદંશે સફળ થયો એવુ પણ જાણવા મળે છે.
આ ઘટનાઓ પરથી દેશની જનતાએ પણ જાણવા જેવું છે કે નક્ષલવાદ પણ એક એવું પરિબળ છે કે જેની સામે દેશને ઘણું બધું નુકસાન ભોગવવાનું રહે છે. આ ઝપાઝપીમાં દેશી તમંચાઓ બંદૂકો હેન્ડ ગ્રેનેડો જમીનમાં ફોડવાના બોમ્બ વગેરેનો બહુ મોટો જથ્થો પકડી પાડ્યો છે. એકે-47 રાઈફલો પણ ઘણી મોટી સંખ્યામાં મળી આવી છે. નકશલવાદી ટ્રેનીંગ નો સામાન જોઈને લાગે છે કે દેશ સામે મોટો પડકાર છે સરકાર એના મૂળ ના સંશોધવામાં ઘણો સમય આપે છે. એક દિવસ નક્સલવાદનો ભારતમાંથી અંત ખૂબ નજીકમાં છે.