હુમલામાં ધ્વસ્ત ગામ નવેસરથી ઉભું કરવા ખાતમુહૂર્ત થયું

ઈઝરાયેલમાં આઠ મહિના પહેલા 7મી ઓક્ટોબરના 2023 ના દિવસે હમાસ ના આતંકવાદીઓ દ્વારા કિબુત્ઝ નામનાં ગામને તબાહ કરવામાં આવ્યું હતું. એ હુમલામાં ઈઝરાયેલ નાં 101 નાગરિકો માર્યા ગયા હતા અને 150 થી વધુ ઈમારતોનો વિનાશ થયો હતો.

કિબુત્ઝ નવેસરથી ઉભું કરવા આજે ખાત મુહુર્ત કરવામાં આવ્યું. “પાયાનો પથ્થર” મુકતાં નાગરિકો માં આનંદ ની લાગણી વ્યાપી ગઈ છે.

એક નાગરિકે કહ્યું કે શિકમીમ ની નજીક ના વિસ્તારમાં ગામ‌ બનાવવામાં આવે એ આનંદનાં સમાચાર છે, પણ ઘણી ભયજનક લાગણીઓ પૃષ્ઠભૂમિમાં ધરબાયેલી પડી છે.

ત્યાં ની એક રહેવાસી મીરી મેસિકાએ ન્યૂઝ મિડીયા ને જણાવ્યું કે આ દિવસો ખૂબ જ યાતનાભર્યા હતા. લાગણીઓ વ્યક્ત કરતાં તેણે કહ્યું કે મારું ઘર બળી ગયું હતું, તેથી મારી પાસે ગામમાં પાછા જવા માટે ક્યાંય જગ્યા ન હતી. હવે સમય સાથે ગામનું પુનઃનિર્માણ અને આગળ વધવા સિવાય કોઈ રસ્તો નથી.”

એ જ રીતે, રુથે તે પ્રસંગની કડવી લાગણીને કરુણતાથી રજૂ કરતા કહ્યું કે “બંદૂકો ના ધડાકા હજી પણ સંભળાય છે. ગોળીબાર કરવામાં આવે છે, અને આપણે હજી પણ પોતાના જ વતન માં શરણાર્થી છીએ.”

“આ સંજોગોમાં, ઘરે પાછા ફરવા વિશે વિચારવું એટલું સરળ નથી – ખાસ કરીને જ્યારે આપણા સગા સ્નેહી ઓ હજુ પણ બંધકો છે. એમની પરિસ્થિતિ ની અમને હજુ સુધી ખબર નથી.” તેણીના શબ્દો હ્રદયદ્રાવક છે, જે ઘણા રહેવાસીઓ દ્વારા સહન કરવામાં આવતી મુશ્કેલ વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરે છે. (Info – Jesrun)