શાહીબાગ સાયબર ક્રાઇમ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો

ડિજિટલ ક્રાંતિના યુગમાં સાયબર ક્રાઇમ રોકવા તથા ગુનેગારો વિરુદ્ધ ઝડપી કાનૂની કાર્યવાહી કરવા તેમજ સાયબર ગુનાખોરીના નવા પડકારોને પહોંચી વળવા કાયમ સતર્ક રહેતા સાયબર ક્રાઇમના પ્રિવેન્શન અને ડિટેક્શન સદાય તહેનાત રહેનાર, સાયબર ક્રાઈમ પર કામ કરનાર એટલે સાઇબર ક્રાઈમ બ્રાન્ચ. એના તમામ પોલીસ કર્મીઓ સ્વસ્થ અને તંદુરસ્ત રહે માટે અમદાવાદ બ્રાન્ચ ના વડા DCP ડો. લવીના સિન્હા. MD ફિજીશીયન. મેડમ ના બ્લેસિંગ સાથે આજ રોજ શાહીબાગ ઓફિસે ડાયાબિટીસ નિદાન કેમ્પ કરવામાં આવ્યો જેમાં 160/ જેટલા પોલીસ કર્મી, પોલીસ ઓફિસર ઓફિસ સ્ટાફ તમામની ડો. દ્વારા તપાસ,બ્લડ સુગર, BP ચેક, ECG, કરી. યોગ્ય નિદાન કરવામાં આવ્યું. આ કેમ્પનું આયોજન લાયન્સ ઇન્ટરનેશનલ દ્વારા કરવામાં આવ્યું.

જેમાં મેડિલિંક હોસ્પિટલના ડાયરેક્ટર ડો મનીષ ભાઈ અગ્રવાલ અને એમની ટીમ દ્વારા સેવા આપવામાં આવી.
જેનું ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ લાયન શ્રી અનુજ મહેતા દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું.ડો રાજેશ શાહ. ડો પારુલ રાજેશ શાહ દ્વારા કેમ્પનું આયોજન અને તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.
(રિપોર્ટ – ઈવા પટેલ, અમદાવાદ)