“ઓર્ડર ઓફ સેન્ટ મેથ્યુ ધ એપોસ્ટલ” નામનો એવોર્ડ પીએમ મોદી નરેન્દ્ર મોદીને સુપ્રત કરવામાં આવ્યો છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મહાન લોકશાહી દેશ ભારતના વડાપ્રધાનને રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન “ઓર્ડર ઓફ સેન્ટ મેથ્યુ ધ એપોસ્ટલ” નામના એવોર્ડ થી નવાજવામાં આવ્યા. પીએમ શ્રી મોદી બે દિવસથી રશિયા ની મુલાકાતે ગયા હતા.
રશિયાના પ્રમુખ શ્રીએ કહ્યું કે “ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી રશિયા ભારત વચ્ચે સંબંધો મજબૂત બનાવવા, આપેલા સતત મહત્વના યોગદાન માટે આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે.”
ભારતીય રશિયન સહકાર તથા બંને પક્ષે વ્યવહારુ સ્થિતિસ્થાપક સક્રિય માળખું બનાવવા બદલ આપણી વચ્ચે સ્થિરતા, વૈશ્વિક અને પ્રાદેશિક સુરક્ષા ના મુદદે સિદ્ધાંતિક આયોજનમાં ફાળો આપવા બદલ આ એવોર્ડ ભારતના વડાપ્રધાનને આપવામાં આવે છે.
છેલ્લા 25 વર્ષમાં અનેક રીતે આપણા સંબંધો વધુ ને વધુ મજબૂત થતા રહ્યા છે અને વિવિધ સમસ્યાઓ સામે આપણે ઉકેલ શોધતા રહ્યા છીએ અને આ રીતે આપણા દેશો પ્રગતિ કરતા રહ્યા છે વડાપ્રધાને વધુમાં જણાવ્યું. આ પ્રસંગે વધુમાં જણાવ્યું કે આ એવોર્ડ થી ફક્ત મારું નહીં પણ મારા 140 કરોડ ભારતીયોનું સન્માન છે” એવોર્ડ માટે મોદીએ રાષ્ટ્રપતિ પુટિન નો આભાર વ્યક્ત કર્યો હતો.