(Disproportionate assets case)
કર્ણાટક કોંગ્રેસના ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી ડી.કે.શિવકુમારની સામે સીબીઆઇએ કેસ કર્યો હતો. તે FIR ને રદ કરવાની સુપ્રીમ કોર્ટમાં આજે સૂનાવણી હતી. સુપ્રીમ કોર્ટે તે કેસ રદ ન કરતાં, એમની અરજી ફગાવી દીધી છે.
આ કેસમાં આવકથી વધુ સંપત્તિ એકત્રિત કરવા ના ગુના હેઠળ સીબીઆઇએ FIR કરી હતી. તેને તારીખ 15 સોમવારે સવારે સુપ્રીમ કોર્ટે તે FIR રદ કરવાનો મનાઈ કરવાનો હુકમ કરી દીધો છે.
સુપ્રીમ કોર્ટના જજ નામદાર બેલા ત્રિવેદી અને શ્રી શર્મા સાહેબે સ્પષ્ટ જણાવ્યું કે તે કર્ણાટક હાઇકોર્ટ મેટરમાં દાખલ કરવા માંગતા નથી. આ કેસ કર્ણાટક હાઇકોર્ટમાં ચાલતો હતો હાઇકોર્ટમાં આ એફઆઈઆર ને રદ કરવાની માંગણી આગાઉ નકારાઈ હતી તેથી શિવકુમાર હાઇકોર્ટના હુકમની સામે ન્યાય લેવા સુપ્રીમ કોર્ટમાં ગયા, પણ સુપ્રીમ કોર્ટે તેમને પાછા કર્ણાટક હાઇકોર્ટમાં મોકલી દીધા છે. અને કેસ રદ ન કર્યો તથા તેમની માગણી ને રદ કરી નાખી છે.
સીબીઆઇએ રજૂઆત કરી કે 2013 થી 2018 વચ્ચે ના ગાળામાં શિવકુમારે ખૂબ નાણાં ભેગા કર્યા છે જે તેમની મર્યાદા ની બહાર છે. તે સમયે કોંગ્રેસના તેઓ મંત્રી હતા. આ એફઆઇઆર સપ્ટેમ્બર 2020 માં થઈ હતી અને 21 માં મંત્રી શ્રી હાઇકોર્ટમાં કેસ રદ કરવા પહોંચી ગયા હતા. હાલ આ કેસ આગળ ચાલશે તો સીબીઆઈ તેમની ગેરકાયદેસર મિલકત જાહેર માં બહાર લાવી શકશે. તેની કર્ણાટક જનતા રાહ જોઈ રહી છે.