ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં આવેલ મેથોડિસ્ટ મિશનની મિલકતને ગેરકાયદેસર ઘોષિત કરી સરકાર દ્વારા સીલ મારવામાં આવ્યું. આ મિલકતમાં જાણિતી “ટાઈટસ હાઇસ્કુલ” નું ભવ્ય બિલ્ડીંગ છે તથા મેથોડિસ્ટ મિશનના કર્મચારીઓ તથા સભાસદો ના ઘણા રહેઠાણો છે. 1910 થી ચાલતી ટાઈટસ હાઈસ્કૂલ આખા વિસ્તારમાં ઘણી પ્રચલિત છે, પરંતુ સરકાર સાથેના ભાડાપટ્ટા ના કરારમાં રીન્યુ નહીં થતાં તે વિશાળ જમીન તથા બિલ્ડીંગના મકાનોને સીલ મારવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે ખ્રિસ્તી સમુદાય જાહેરમાં વિરોધ કરી સત્તાધીશો સામે પોતાનો રોષ ચાલ્યો છે. સિવિલ લાઇન, મુરાદાબાદ સ્થિત આ જગ્યા પર પોલીસ તથા નગર નિગમની ટીમે અચાનક પહોંચીને આ સ્થળનો કબજો કરી લીધો છે અને અંદર રહેતા નિવાસીઓને બે માસમાં મકાન ખાલી કરી દેવાનું નોટિસ દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ સમયે વિરોધ વ્યક્ત કરતા લોકોને પોલીસે વીખેરી નાખ્યા અને બોર્ડ પર લખેલા સ્કૂલના નામ પર ટેપ ચોંટાડીને ઢાંકી દીધું પછી બોર્ડ ઉખાડીને લઈ ગયા છે. સ્થાનિક મ્યુનિસિપાલીટીએ મિલકતને ફરતે પાંચ જગ્યાઓએ સરકારી માલિકીનાં બોર્ડ લગાવી દીધા છે.
આ દરમિયાન પોલીસ સાથે ખ્રિસ્તી લોકોમાં અફરા-તફરીનો માહોલ બની ગયો હતો. નિગમ અધિકારીના હુકમમાં જણાવ્યું છે કે સંસ્થા દ્વારા મંજૂરી વગર રહેઠાણ માટે લોકોને ઘરો ફાળવવામાં આવ્યા છે, ધંધાદારી પ્રવૃત્તિઓનું સંચાલન કરવામાં આવી રહ્યું છે અને ભૂતકાળમાં કરેલા કરાર પ્રમાણે સ્કૂલ ચલાવવાની કોઈ મંજૂરી લીધેલી નથી, ભાડા પટ્ટો પર મેળવેલી જમીનના દસ્તાવેજમાં નહીં જણાવેલા કામો આ જગ્યાએ થતા હોવાનું લાગી રહ્યું છે. એમ એક સરકારી ઓફિસરનું કહેવું .
1940માં આ લિસ્ટ પર આપેલી જમીન ના પુરાવા અપૂરતા છે મેથોડીઝ ચર્ચ ઓફ ઇન્ડિયાના ડી.સુ. ડેવિડ જેમ્સે હાઇકોર્ટમાં રીટ કરી છે. એમણે જણાવ્યું છે કે કોઈ શરતોનું ઉલ્લંઘન થયું નથી. હવે આવતા સમયમાં જોવાનું રહે છે કે મેથોડીસ્ટ ચર્ચ કાયદેસરના પુરાવા રજૂ કરીને જમીન છોડાવે છે કે કેમ ?
સમાજના જાણકારોનું માનવું એમ છે કે ઘણા વર્ષો સુધી જે કાયદેસરની માલિકી માટેની કાર્યવાહી કરવી જોઈએ તે આખા ભારતના ચર્ચોમાં થઈ શકી નથી. તેથી આ પ્રશ્નો ઉપસ્થિત થતા રહે છે. ચર્ચના કાયદેસરના અધિકારીઓ આ બાબતને કેટલી ગંભીર ગણે છે તે સવાલ છે. આવી જ પરિસ્થિતિ ગુજરાતમાં પણ થઈ રહી હોવાનું ઘણા લોકો ચર્ચી રહ્યા છે.