જમ્મુ કાશ્મીરની એલ.ઓ.સી સરહદ ની નજીક આવેલા કુપવાડા ના માછેલ વિસ્તારમાં આજે ભારતીય સેના અને આઈએસઆઈ ના આતંકવાદીઓ, પાકિસ્તાનમાંથી ઘુસણખોરી કરી રહ્યા હતા. ત્યાં ઝપાઝપી થઈ હતી બંને પક્ષો સામસામે આવી જતા ફાયરીંગ થયા હતા. આતંકવાદીઓ ના ગોલીબાર થી એક ભારતીય જવાન શહીદ થવાનું જાણવા મળ્યું છે, એની સામે એક આતંકવાદી પણ માર્યો ગયો છે. આ ભારે ઝપાઝપીથી જાણવા મળ્યું છે કે આતંકવાદીઓ પાકિસ્તાનથી તાલીમ પામીને આવેલા હતા.
આપણા ભારતીય સૈન્યના પક્ષે પણ એક અધિકારી મેજર અને ચાર જવાનો ઘાયલ થયાનું જાણવા મળે છે.
આતંકવાદીઓ શસ્ત્ર સરંજામ સાથે પ્રવેશેલા છે, તે સમયે સૈન્ય એલર્ટ સ્થિતિમાં હોવાથી તેમાં આતંકવાદીઓ ને નિશાન બનાવવામાં આવ્યા હતા. પાકિસ્તાની ઘુસણખોર આતંકવાદી ટીમ આની પાછળ હોવાનું જણાઈ રહ્યું છે.
આ સમયે બે દિવસ પહેલાં જ કારગિલ વિજય દિવસ ભારતીય સેનાએ મનાવ્યો હતો એ બાબતને ધ્યાનમાં રાખીને પણ આતંકવાદીઓ હુમલો કરવાના હેતુથી ઉશ્કેરાયેલા કાશ્મીરમાં પ્રવેશ્યા છે???