સંખ્યાની દ્રષ્ટિએ ખ્રિસ્તી ધર્મ ને વિશ્વમાં પ્રથમ નંબરે ગણવામાં આવે છે. આ ધર્મની મુખ્ય પ્રેરણા મૂર્તિ ઈસુ ખ્રિસ્ત છે. જાણવા મળ્યું છે તેમ તા.૨૭/૭/૨૪ ની સાંજે પેરિસ ખાતે યોજાયેલા ઓલિમ્પિક્સ સમારંભમાં જાણે ઈસુનું કટાક્ષમાં અપમાન કરવામાં આવ્યું. ચર્ચ ની ભાષામાં “ખ્રિસ્તી વિરોધીઓ” પ્રગટ થયા હોય એમ કહી શકાય. કલા જગતનાં “રેનેસાં” યુગ ના માસ્ટર ચિત્રકાર લિયોનાર્ડો વિન્ચી ના મશહૂર સન્માનનીય ચિત્ર પેન્ટિંગ “ઈસુનું છેલ્લું ભોજન” ગણાય છે એના દ્રશ્ય ને આધારે નાટય-રૂપાંતર કરી ખ્રિસ્તી ધર્મ અને ઈસુની જાણે મજાક કરતા હોય તેવું દ્રશ્ય એક ટેબ્લો માં રજૂ કરાયું હતું. ઓપનીંગ આનંદના આ સમયે અણધાર્યો ડ્રામેટિક હૂમલો જોઈને ખ્રિસ્તી અને અન્ય બૌધીક લોકોએ આઘાતની લાગણી અનુભવી ત્યારથી ઓલિમ્પિક ઉદ્ધાટન ધાર્મિક વિવાદનો વિષય બની ગયો.
વિન્ચી ના આ પ્રચલિત ચિત્ર ના પાત્રો આધારિત ઈસુ ખ્રિસ્તની મજાક કરવામાં આવી તેવું ખ્રિસ્તી જગતમાં ચર્ચાઈ રહ્યું છે. ચિત્રમાં ઈસુ વચ્ચે બેઠેલા છે અને એની આસપાસ 12 શિષ્યો છેલ્લા ભોજનમાં ભાગીદાર થયા છે. ચિત્ર ના કેન્દ્રમાં ઈસુના સ્થાન પર બેઠેલી અથવા બેસાડવામાં આવેલી વિકૃત સ્ત્રીને પહેરાવેલ મુગટની આસપાસ પ્રકાશિત આભા દર્શાવી છે, અને એની આજુબાજુ મજાક ઉડાવવાનું નાટક કોમેડી પેરોડી દેખાડવામાં આવ્યું.
અહીં એ પ્રશ્ન થાય છે કે આવી રજૂઆત કરવા માટે કોણે નક્કી કર્યું હશે? અને આ ધાર્મિક મજાક ઉડાવવા પાછળનો હેતુ શું હશે?
ભારતની જાણીતી અભિનેત્રી, બીજેપી સાંસદ કંગના રાણાવતે ઈસુના અપમાન બદલ વિરોધ નોંધાવ્યો છે. સોશિયલ મીડિયા પર તેણે જણાવ્યું છે કે ઈસુની આવી મજાક કરવાનો શો મતલબ છે એ એક વિષયને સ્પોર્ટ ક્ષેત્ર સાથે શું લેવા દેવા હોઈ શકે ? કંગના સમજી શકી છે કે રજૂઆત પદ્ધતિ ઉધ્ધત અને ગંદી છે અને સસ્તા ફિલ્મી કોમેડી જેવી છે. જો કે ખ્રિસ્તી સમુદાય આ વિશે શું વિચારે છે તે જાણી શકાયું નથી. એમ લાગે છે કે શું પોતાના હાવભાવને દબાવી રાખવા ટેવાયેલા ખ્રિસ્તીઓ કોઈ પ્રતિક્રિયા આપશે કે કેમ ? બીજો દ્રષ્ટિકોણ એ પણ છે કે આધુનિક કલા ક્ષેત્રે ફ્રાન્સ વિશ્વમાં ઘણું આગળ છે, તેની પ્રજાની માનસિકતા કલાક્ષેત્રને સુધારાવાદી અને પ્રગતિ કારક સાધન માને છે. જેથી કરીને ભૂતકાળમાં ત્યાં ખ્રિસ્તીઓ આસ્તિક હતા ત્યાં આજે નાસ્તિક લોકોની સંખ્યા બહુમતીમાં છે. એટલું જ નહીં થોડા મહિના પહેલા શરણાર્થી પ્રજાઓએ આખું ફ્રાન્સ હાઈટેક કરીને ઘમરોળી નાખ્યું હતું. એ પણ ભુલાય એવું નથી.
આ દેખાવનો પ્રતિકાર આપતા એક કેથોલિક બિશપે જાહેર જનતાને પૂછ્યું કે “જો મુસ્લિમ આસ્થા પર આ પ્રમાણે નિંદા કરવામાં આવે તો શું થાય એ વિચારી લો.
બીજા એક લાગણીશીલ પ્રેક્ષકે બ્લુ રંગથી રંગાયેલ નગ્ન માણસ જાણે ઈસુ જેવો દેખાતો હોય.
આ આખા પ્રસંગને ડાબેરીઓએ જે કરી લીધો હોવાનું કંગના એ જણાવ્યું છે. ઉદ્ઘાટનમાં જાણે કે હોમો-સેક્સ્યુઅલીટી નો પ્રસાર કરવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું. આ ફ્રાન્સનું કામ ન હોઈ શકે, પરંતુ ફ્રાન્સને બદનામ કરનારા ડાબેરીઓએ ઉપજાવેલું ઉશ્કેરણીજનક કૃત્ય છે.
ઉજવણીના આયોજક મંડળ ને આ પ્રકારની રજૂઆત કરવી ઘણી સામાન્ય લાગી હશે. ખ્રિસ્તી ધર્મનાં સિધ્ધાંતો માં પણ અનંતજીવન ના ગુણો ભરેલા છે. તેથી જ કટ્ટર પદ્ધતિના મૂળ માંથી છૂટા છૂટા પડીને માનવતાવાદી મૂલ્યો સાથે ખ્રિસ્તી ધર્મ આગળ વધી રહ્યો છે જેણે બીજાં જેવી ક્રૂર માન્યતાઓને તિલાંજલિ આપી છે, એમ કહેવું ખોટું નથી.
“સામાજિક પથ ન્યુઝ” આ ઘટનાને ગંભીર ગણીને એનો વિરોધ કરે છે.
તાજા સમાચાર પ્રમાણે….
જોકે આ વિશે વિશ્વભરમાં ભારે વિરોધ થતાં બીજે દિવસે હવે ઓલિમ્પિક ઉદ્ધાટન સમિતિ ભૂલ સમજાતાં એમણે ક્ષમાયાચના માંગી છે.