મહારાષ્ટ્રના જંગલોમાં સાંકળથી બાંધેલી અમેરિકન સ્ત્રી મળી આવી

(સમાચાર કન્સલ્ટંટ) મહારાષ્ટ્રના સિંધુ દુર્ગ જિલ્લાના જંગલોમાં એક સ્ત્રી હાથ-પગ સાંકળોથી બંધાયેલી હાલતમાં મળી આવી છે. કેટલાક ભરવાડો ની નજરે પડતાં તેમણે પોલિસ ને જાણ કરી હતી. જિલ્લા પોલીસને જાણ થતાં તરત તેમણે તપાસ હાથ ધરી છે. શરૂઆતમાં આ ઘટનાની તપાસ પોલીસ માટે મુશ્કેલ હતી કેમકે એના કારણો તથા પુરાવા કોઈ વાત સાથે મળતા ન હતા. હવે એ સ્ત્રીની પૂછપરછ કરી કાયદેસર કાર્યવાહી કરવા સલામત સ્થળે ખસેડવામાં આવી છે.

આયુર્વેદિક દવા દ્વારા ગંભીર બીમારી નો ઈલાજ કરવા માટે આ સ્ત્રી અમેરિકાથી ભારત આવી હતી પછી તામિલનાડુના એક પુરુષ સાથે તેણે લગ્ન કર્યા હતા અને 10 વર્ષથી ભારતમાં જ સ્થાયી થયેલ છે પણ પછીથી એના પતિ સાથે ગૃહ કલેશ થતાં અલગ રહેતી હતી. તેણે તામિલનાડુથી કઢાવેલું આધાર કાર્ડ પણ મળી. આવ્યું છે.

આ ઘટના પોલીસ માટે વધુ સંશોધનો વિષય છે. તામિલનાડુ તથા ગોવા ના તેના નિવાસ્થાને તપાસ કરવા પોલીસ મોકલવામાં આવી છે. તેવું સિંધુ દુર્ગ જિલ્લા પોલીસ અધિકારીનુ કહેવું છે. સ્ત્રી માનસિક રીતે રોગગ્રસ્ત હોવાનું જણાયું છે, તથા આ જગ્યાએ 25 દિવસથી તેણે કાંઈ ખાધું નથી. હવે સ્ત્રીને લોખંડી સાંકળોથી બંધનમાંથી છોડાવી છે.

“સામાજિક પથ” ની સેવા દ્વારા આસપાસ બનતી ઘટનાઓ ના સમાચાર તથા વિસ્તૃત માહિતી આપને પહોંચાડવામાં આવે છે. આ વેબસાઈટ પર બીજી કેટેગરીમાં લખેલાં સમાચારો પણ વાંચી શકાશે.