ઇઝરાયેલ પેલેસ્ટાઈન વચ્ચે ના સંઘર્ષની ગતિવિધિ વધતી જાય છે. છેલ્લા સમાચાર પ્રમાણે ઈરાને ઇઝરાયેલ સામે ખુલ્લી ધમકી ઉચ્ચારી છે, જેની અસરો વ્યાપક રીતે વિશ્વના સંરક્ષણ મંડળ ઉપર પડી છે. યુએન ના પેન્ટાગોન – અમેરિકાની સંસદોએ ઈરાની ધમકીને ગંભીર ઘણી છે. એ બાબતે અસરકર્તા દેશોનું ધ્યાન દોર્યું છે.
પેન્ટાગોનનું માનવું છે કે આતંકી નેતાઓનો થયેલો શિકાર ઈરાન પક્ષે પડકાર બની ગયો છે અને ઈરાને માર્યા ગયેલા એમના આતંકવાદી નેતાઓ નો પુરો બદલો લેવા ચીમકી આપી છે. પેન્ટાગોન ની યોજના હેઠળ દરિયાઈ યુદ્ધ જહાજો ને વધુ સજ્જ કરવામાં આવ્યા છે. રણનીતિ બદલીને યોગ્ય જગ્યાએ ગોઠવણી કરવામાં આવી રહી છે. યુએસ સૈન્યની મોનોપોલી સાથે એકરૂપતા સધાય એ માટે તાલીમ અપાઈ રહી છે. જુદા જુદા સ્તરે વાપરી શકાય તેવી રીતે યુદ્ધ જહાજોની ક્ષમતા ચકાસવામાં આવી રહી છે.
ઈરાનના સંભવિત હુમલા પ્રમાણે યુદ્ધ જહાજો દરિયાઈ હુમલાઓ સામે પ્રહાર કરી શકે તેવા સ્થાન પર ગોઠવાઈ ગયા છે. યુએસ, યુરોપના દેશો તથા મધ્ય પૂર્વના સ્થળો પર સૈન્ય ને ગોઠવી રહ્યું છે, એવું એક ઉચ્ચ ડિફેન્સ સેક્રેટરી એ એનાઉન્સ કર્યું છે. યુ.એસ. સંરક્ષણ સચિવ ના હુકમો પરથી લાગે છે કે બેલેસ્ટિક ક્રુઝર્સ તથા મિસાઈલો ગોઠવવાનો હુકમ કરવામાં આવ્યો છે. જમીની યુદ્ધનું કામ પેન્ટાગોન હુકમ કરે છે જ્યારે હવાઈ ક્ષેત્રને મજબૂત બનાવવા ફાઈટર જેટ સૈન્ય યુદ્ધ સ્થાનો પર ગોઠવવામાં આવ્યા છે હુમલા ની ક્ષમતા જોતા પરિસ્થિતિ પ્રમાણે ઇઝરાયેલના પક્ષે ઊભા રહેનાર દેશો સજ્જ થઈ ગયા નું જણાય છે. ભીતીએ છે કે હવે પછી નો વળાંક કેવી રીતે, કયા સમયે, કોના દ્વારા લેવામાં આવશે? આ યુદ્ધ જહાજો યુદ્ધ જેટ વીમાનો ની તૈયારીઓ જોતા મામલો ગંભીર સ્વરૂપ લઈ શકે છે.