ભડકે બળતું બાંગ્લાદેશ


લાંબા સમયથી ચાલ્યો આવતો રાજકીય વિવાદ આજકાલ બાંગ્લાદેશને ભડકે બાળી રહ્યો છે. લાખો લોકો રોડ પર આવી ગયા છે અને દેશની જાહેર અને ખાનગી સંપત્તિને ભારે નુકસાન કરી રહ્યા છે. અસંખ્ય જગ્યાએ ભારે આગ લાગેલી દેખાય છે. બાંગ્લાદેશના ઘણા ભાગોમાં આ તોફાનો થયા છે જે એક પ્રકારનુ ગૃહ યુદ્ધ કહી શકાય પણ મુખ્ય રાજધાની ઢાકા શહેરમાં સૌથી વધારે મોટાં પાયે હુલ્લડો થઈ રહ્યા છે.

જાણવા મળ્યા મુજબ વડાપ્રધાન શેખ હસીના લંડન ભાગી જવા પોતાના હેલિકોપ્ટર મારફતે નીકળી ગયા છે પણ તેમણે ભારતમાં યુપીના ગાજીયાબાદમાં થોડાક કલાકો માટે ઉતરાણ કર્યું છે. આશરો લીધો છે. બે દિવસમાં ઉગ્ર આંદોલને વેગ પકડ્યો છે સરકારી નોકરીઓમાં અનામત મુદ્દે ચંપાયેલી ચિનગારી નાનાં આંદોલન થી શરૂ થઈ સરકાર વિરોધી સીધી ચળવળમાં પરિણમી છે. વાતાવરણ ખુબ ખતરનાક વળાંક પર છે. આઝાદી સમયે જ્યારે પૂર્વ પાકિસ્તાન બન્યું ત્યારથી બાંગ્લાદેશવાસીઓ અને ઉર્દુ વાસીઓ વચ્ચે તણાવ ચાલુ રહ્યો છે. ઉર્દુ લોબીની પાછળ પાકિસ્તાની તત્વો નો હાથ હોવાનું લાગી રહ્યું છે. આજ બાંગ્લાદેશ એકવાર પૂર્વ પાકિસ્તાન કહેવાતું હતું. હવે બાંગ્લાદેશ માં પરિવર્તન થયા પછી અલગ ઓળખ ઊભી થવાથી ઈસ્લામિક જગતના પેટમાં તેલ રેડાયા જેવું થયું છે.

હાલમાં મિલિટરી શાસન લાગુ કરવું પડ્યું છે પરિસ્થિતિ ખૂબ વણસી ગઈ છે જ્યાં જુઓ ત્યાં આગ, મારા-મારી, તોડફોડ, લૂંટફાટ દેખાઈ આવે છે. એવો bbc જેવી સમાચાર ચેનલોનો રિપોર્ટ છે. આ હિંસાગ્રસ્ત ભડકે બળતા શહેરમાં અંદાજે 200 થી વધારે લોકોના મૃત્યુ થયા નું જણાય છે. આંકડો હજી સ્પષ્ટ થયો નથી. પોલીસ મિલેટ્રી તથા સંરક્ષણ બોર્ડના કેટલાક જવાનો માર્યા ગયા નું જણાય છે. ઘણા લોકો પણ ઘાયલ થયા છે.

જોકે આ રાજકીય ક્ષેત્રની લડાઈ છે તેથી હવે પછી બાંગ્લાદેશનું ભવિષ્ય શું હશે તેનો આકલન કરી શકાય એમ નથી. આમાં બીજા દેશના તોફાની તત્વોનો પણ સપોર્ટ હોય તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી. આથી હવે સમય જ કહેશે કે બાંગ્લાદેશના તોફાની ટોળાઓને સરકાર કેવી રીતે તથા કેટલી ઝડપથી કાબુમાં લે છે.