બાંગ્લાદેશ માં ચાલતા તોફાનો નો પ્રકાર કોમવાદી છે તે સિદ્ધ કરવાની જરૂર નથી. અનામત કોટા માત્ર બહાનું છે. (જેમ કે હરિયાણા સીમા પર કિસાન આંદોલન). વૈશ્વિક સંગઠન સાથે જોડાયેલા આતંકવાદીઓ અને તાલીમી યોદ્ધાઓ દ્વારા સતત શોષણ તથા ભૂમિ અધિગ્રહણ, વ્યક્તિગત ત્રાસ તથા જૂથ હિંસા ફેલાવતા તત્વો બેફામ બન્યા છે. સ્થાનિક બાંગ્લાદેશી હિન્દુઓએ ભારતમાં સ્થળાંતર કરવાની ફરજ પડી છે. વધુમાં જોઈએ તો હિન્દુઓએ આંતરિક તથા આતંકીઓ દ્વારા ત્રાસવાદના સતત ભોગ બનતા રહેવું પડે છે. જોકે પશ્ચિમી દેશોને ભારત વિરુદ્ધ ટિપ્પણી કરવાનું મોડેથી સમજાયું છે.
ઇન્ડિયા ટુડેઝ લખે છે કે વિવાદિત કોટા સિસ્ટમમાંથી ફૂટેલી જ્વાળા હિન્દુ વિરોધી હિંસક તોફાનોમાં બદલાઈ ગઈ છે. જેમાં હિન્દુ હત્યાઓ અને એમની મિલકતને ભારે નુકસાન થઈ રહ્યું છે
ફાઇનાન્સ એક્સપ્રેશન લખે છે કે મહેરપુર ખાતેના ભવ્ય ઇસ્કોન મંદિરને તોડફોડ કરી નુકસાન પર પહોંચાડ્યું છે એટલું જ નહીં પણ અંદર મૂકેલી ભગવાનની પ્રતિમાઓને પણ બાળી દેવામાં આવી છે. જે સોશ્યલ મીડિયા દ્વારા જાણવા મળે છે. છેલ્લા બે ચાર દિવસમાં જ હિન્દુ મંદિરોનો નાશ કરવાનું તોફાની અભિયાન ખૂબ ઉગ્ર બની ચૂક્યું છે.
ઇસ્કોનના પ્રવક્તા યુધિષ્ઠિર ગોવિંદા દાસ ચોકસાઈ કરીને જણાવે છે કે મહેરપુર નું મંદિર આતંકીઓ દ્વારા સળગાવી દેવામાં આવ્યું છે અંદર બિરાજેલા પ્રભુશ્રી જગન્નાથ, બલદેવ અને સુભદ્રાની પ્રતિમાઓને ખંડિત કરી બાળી નાખવામાં આવી છે. મંદિર કમ્પાઉન્ડના સેન્ટર હોમમાં રહેતા ત્રણ શ્રદ્ધાળુઓ જીવ બચાવીને ભાગી છૂટ્યા છે. ઇસ્કોનના પ્રમુખે હિન્દુઓની સલામતી માટે અવાજ ઉઠાવ્યો છે ચિત્તાગોંગ શહેરના મંદિરો પણ ભયાવહ સ્થિતિમાં છે. ત્યાં આવેલા હિન્દુ – બુદ્ધ – ખ્રિસ્તી સંગઠન ના સર્વ ધર્મી આગેવાન શ્રી કાજોલ દેવનાથે, સમાચાર એજન્સી પીટીઆઈ ને જણાવ્યું છે કે ગત સોમવારે મંદિર પર હુમલો કરવામાં આવ્યો છે, ઢાકામાં પણ અસંખ્ય મંદિરો પર બેકાબુ ટોળાએ હુમલાઓ કર્યા છે, ત્યાં આવેલું “ઇન્દિરા ગાંધી કલ્ચર સેન્ટર” જે ભારત બાંગ્લાદેશ વચ્ચે સાંસ્કૃતિક આપ- લે ના કાર્યક્રમો કરે છે તેને હિંસાખોરોના ટોળાએ ભારે નુકસાન કર્યું છે. (આ ઉપરથી સમજી શકાય કે સંસ્કાર સંસ્કૃતિ પર પણ હુમલા કરતાં આ તત્વોનું લક્ષ્ય સિધ્ધાંત હીન ખાસ એજન્ડા છે, જેને આગળ વધારી રહ્યા છે)
ઢાકામાં જાણિતુ “બંગબંધુ ભવન” ભૂતપૂર્વ પ્રમુખ મુજીપુર રહેમાન ના નિવાસસ્થાન છે તેને આગ ચાપવામાં આવી છે અને તે બળીને ખાખ થઈ ગયું છે.
રાજકીય રીતે શેખ હસીના અને એમની વિરોધી પાર્ટી વચ્ચેના સંઘર્ષમાં હજારો નિર્દોષ લોકોના મૃત્યુ થયા છે તેવું સમાચાર માધ્યમો દ્વારા સ્પષ્ટ જણાય છે. બાંગ્લાદેશના આર્મ ચીફ જનરલે આંતરિક વ્યવસ્થા થાળે પાડવા સત્તા હાથમાં લઈ લીધી છે અને હિંસાખોરો પર દબાણ ઊભું કરવા આર્મી નો સહારો લીધો છે.
આ ઘટના પછી ભારતના હિન્દુ સંગઠનો એ પણ બાંગ્લાદેશી હિન્દુઓ ને બચાવવા ભારત સરકારને અપીલ કરી છે. પશ્ચિમ બંગાળના સિનિયર ભાજપ નેતા સુવેંદુ અધિકારી એ જણાવ્યું છે કે જ્યારે હિન્દુઓની કત્લેઆમ ચાલી રહી છે ત્યારે ભયગ્રસ્ત એક કરોડ જેટલા શરણાર્થીઓ ભારતની પશ્ચિમ બંગાળ સરહદેથી પ્રવેશ કરવા તલસી રહ્યા છે.
વિદેશ મંત્રી દ્વારા તથા કેબિનેટ મિનિસ્ટર, ફાઇનાન્સ મિનિસ્ટર વગેરે એ બાંગ્લાદેશની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે અને પ્રવાહી સ્ફોટક સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ભારતને પોતાના ડિપ્લોમેટ અને બાંગ્લા પ્રજા નાગરિકોની ચિંતા છે. હુલ્લડો બંધ થાય અને તોફાની તત્વોને દબાવી દેવામાં આવે તે મદદ કરવાની ચર્ચા ચાલી રહી છે. જોકે ઝડપથી બદલાતી પ્રવાહી પરિસ્થિતિમાં કશું ચોક્કસ કહી શકાય તેમ નથી અને નિર્ણયો લેવા ઘણા મુશ્કેલ થઈ ગયા છે.