ઉત્તર પ્રદેશના બરેલી શહેરમાં આવેલ મેથોડીસ્ટ એપિસ્કોપલ ચર્ચની જમીન-મિલકત વેચાણની આ વાત છે. ૨૦૦ વર્ષ પહેલાં અમેરીકન મિશનરીઓએ મેથોડિસ્ટ ચર્ચ, ધર્મસંસ્થાને દાનમાં આપેલ જમીન વેચાઈ ચૂકી છે અને બીજી જે થોડી બચી છે તેના સોદા થઈ રહ્યા છે. એની સાથે બરેલી નું જૂનું પ્રખ્યાત દવાખાનું “ક્લેરા સ્વેઈન હોસ્પિટલ” બંધ પડ્યું છે અને બિલ્ડીંગ પ્રોપર્ટી વગેરે વેચાઈ રહ્યું છે (કે વેચાણ થઈ ગયું છે) બરેલીમાં આવેલી બંધ પડેલી બાઇબલ કોલેજ (સેમિનરી) પણ વેચાઈ ચૂકી છે. આ જ કંપાઉંડમાં જાણીતું “રોકી હોસ્ટેલ” જેમાં આજ સુધી અસંખ્ય બાળકો રહેતા હતા તે આજે ખંડેર હાલતમાં છે અને તેને ખાલી કરાવવામાં આવી રહ્યું છે કદાચ તે પણ વેચાઈ ગયું છે. એવું સૂત્રો દ્વારા જાણવા મળે છે.
આમાંથી કેટલાક ચર્ચના અધિકારીઓ સામે કોર્ટ કેસ ચાલી રહ્યા છે તેમના પર બિન જામીનપાત્ર વોરંટ લાગુ પાડેલું છે એમ છતાં તેઓ બિન્દાસ રીતે બરેલી શહેરની ગલીઓમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે. સંસ્થા માં રહેતા મહિલા પાદરી ને મકાન ખાલી કરાવવા હોદ્દેદારો દ્વારા તેનો સામાન ફેંકી દેવામાં આવ્યો છે. આવા નિર્લજ્જ અધિકારીઓ દ્વારા આવા કાર્યો નો “મોજીસ ન્યૂઝ” દ્વારા ઘટસ્પોટ કરવામાં આવ્યો છે. વિડીયો માં જણાવ્યું છે કે – ધર્મગુરુ -પાદરીઓ લુંટારા બન્યા છે શું ? સેવકો છે કે દલાલો?
સુનીલ મશીહ, પરવિન્દર મશીહ અને ચર્ચના કહેવાતા બીજા અધિકારીઓએ ચર્ચ કંપાઉન્ડ નાં ઘરમાં રહેતાં, એક પાદરીના ઘરનો સામાન બહાર ફેંકી દીધો છે અને ઘર ખાલી કરાવે એ તે કેવું સામ્રાજ્ય?
એક જુની જાણિતી રોકી હોસ્ટેલ વેચાઈ ગઈ છે તેની કિંમત લગભગ 35 કરોડ હોવાનું જાણવા મળ્યું છે. ચર્ચ આગેવાનો સામાન્ય સભાસદોને કોઈ વાત જાહેર ન કરવા ધમકાવી રહ્યા છે. હવે એ દિવસ બહુ દૂર નથી કે મિશન સંપત્તિઓનું નામ નિશાન ભારતની ભૂમિ પરથી ભુસાઈ જશે.
ખ્રિસ્તીઓ માટે ચર્ચ નું વેચાણ થવું એ આઘાતજનક સમાચાર છે. સવાલ થાય એ છે કે …. ચર્ચ નાં વહીવટી અધિકારીઓ, પાદરીઓ, મ્યુનિસિપલ એસ્ટેટ ખાતાં ની મીલીભગત વીના આ કાર્ય શક્ય બને ?
શું ભ્રષ્ટાચારનો સહારો લીધા વગર શક્ય બને?
ભારતમાં ઘણી જગ્યાએ ચર્ચ પ્રોપર્ટી બાબતે આવાં બનાવો કેમ બની રહ્યા છે. અહીં પ્રાર્થના ની ખરી જરૂર છે.
વધુ જાણો બરેલી માં જીવન ખર્ચી નાંખનાર આ મિશનેરી વિશે.
આ છે મિશનેરી ડોક્ટર ક્લેરા સ્વેઈન.
(જન્મ તારીખ 18 જુલાઇ 1834 મરણ 25 ડિસેમ્બર 1910)
અમેરિકન મિશનેરી ડોક્ટર ક્લેરા સ્વેઈન ભારતમાં શરૂઆતના પાયાના મહિલા ડોક્ટરોમાં તેની ગણતરી થાય છે. ભારતીય લોકોની સેવા કરવા તેમને મોકલવામાં આવ્યા હતા. ન્યૂયોર્કથી 20 જાન્યુઆરી 1870 માં ભારત આવી ઉત્તર પ્રદેશના બરેલી શહેર ખાતે મિશનરી સેવા શરૂ કરી. એમણે સેવા કાર્યની શરૂઆત દર્દીઓના નાના-મોટા રોગોના ઈલાજ માટે કરી ત્યારબાદ તેમણે ત્યાં નર્સિંગ એજ્યુકેશન સ્કૂલ શરૂ કરી એમની ટૂંકા સમયમાં એમની મહાન સેવા જોઈને રામપુરના નવાબે તેમને જગ્યા અને બંગલો ક્લેરા સ્વેઈન ને લોકોની સેવા માટે ગિફ્ટ આપ્યો.
ડોક્ટર ક્લેરાએ 3 નવેમ્બર 1869 માં સેવાનું કામ સ્વીકારી અને એક જ મહિનામાં 20 જાન્યુઆરી 1980 માં તેઓ ન્યુયોર્ક થી દરિયાઈ માર્ગે શીપમાં બેસીને યુ.પી.ના બરેલી ખાતે ભારતીય લોકોની સેવામાં હાજર થઈ ગયા. આ જે મિલ્કતો વેચાણ થઈ રહી છે તેની પાછળ ડૉ.ક્લેરા સ્વેઈન નું જીવન ખર્ચાઈ ગયું છે. 1910 ની નાતાલ પર ડોક્ટર ક્લેરા સ્વેઈન નું ન્યુયોર્કમાં મરણ થયું.