વન્ય જીવ પ્રજાતિઓ નો કાળો વેપાર

ચેન્નઈ એરપોર્ટ પર 10 ઓગસ્ટ 24 ના દિવસે થાઈલેન્ડ થી આવેલ એક પેસેન્જર વિમાનમાં એક મુસાફર પાસેથી વન્યજીવોની 22 વિદેશી પ્રજાતિઓ મળી આવી હતી.‌

એરપોર્ટ સિક્યુરિટી અધિકારીઓને મળેલી ગુપ્ત સૂચના ને આધારે મોહમ્મદ મીરા નામના શખ્સ ની અટકાયત કરવામાં આવી અને તેમની પાસેથી વન્ય જીવો મળી આવતાં અધિકારીઓએ વાઈલ્ડ લાઈફ કંટ્રોલ બોર્ડના નિષ્ણાતોને બોલાવીને વન્ય જીવોની ઓળખ કરવામાં આવી હતી. જો કે તેમાં ભારતીય પ્રાણીઓ ન હતા, પરંતુ આંતરરાષ્ટ્રીય વન્યજીવ કાયદા હેઠળ આ પ્રાણીઓની હેરાફેરી નો ગુનો લાગુ કર્યો હતો.

આ પ્રાણીઓની ઓળખ કરતા તેમાં ખૂબ જ ઊંચી કિંમતે વેચાતા પ્રાણીઓ જોવા મળ્યા હતા તેમાં ૧- લાલ પગ વાળો કાચબો ૨-ચાર આંખવાળા કાચબા ૩- ઈંડોચીની બોક્સ કાચબા ૪- ફિલ્ડ બોક્સ પાણીના કાચબા ૫-ગ્રીન ટ્રી પાયથોન ૫-સફેદ હોઠ વાળો અજગર તથા ૭-ગીબન વાનર ના બચ્ચા જેવા પ્રાણીઓ જેને ભયગ્રસ્ત શ્રેણીમાં ગણવામાં આવે છે તેવા 22 વન્યજીવોનો મળી આવ્યા હતા. એવું એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે. તેના આધારે આ વન્ય જીવો જે જગ્યાએ પહોંચાડવામાં આવવાના હતા તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ બંને પાર્ટીઓ પર કેસ કરવામાં આવ્યો તથા કસ્ટડીમાં રાખી વધુ તપાસ માટે તેમને પૂછપરછ કરવામાં આવી છે. આ તપાસ આગળ વધારતા બીજા વન્ય પ્રાણીઓ પણ મળી આવ્યા હતા અને આ લોકો ની આંતરરાષ્ટ્રીય ગેંગ જે વન્યજીવોનો ગેરકાયદેસર વેપાર કરી રહ્યા છે તેમનો ભાંડો ફૂટ્યો હતો. આ આ લોકોને આંતરરાષ્ટ્રીય વન્યજીવન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવનાર છે, તેવું સમાચાર થી જાણવા મળ્યું છે.