મણીપુર મ્યાનમાર વચ્ચેની બોર્ડર ક્રોસ કરી ગેરકાયદે પ્રવેશની વિગતો વારંવાર પ્રકાશિત થતી રહે છે. ભારત સરકાર સમક્ષ આ એક મોટો પડકાર છે. દેશની સુરક્ષા એજન્સી ઓ સક્રિય હોવાથી ઘણી આફતો અગાઉથી કંટ્રોલ કરવામાં સફળતા મળી છે. આ સાથે આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશમાં અવ્યવસ્થા ઊભી કરવા માટે સક્રિય નેટવર્ક નો સામનો કરવો પડતો હોય છે. લાંબા સમયથી ચાલ્યા આવતી બે આદિવાસી સમુદાયો ના સંઘર્ષ નો લાભ ઉઠાવી વિદેશોની વેપાર મોનોપોલી નો વ્યાપ વધારવા આવા પ્રયત્નો થતા હોવાનું જણાયું છે. ઘુસણખોરો ફક્ત ઉગ્રવાદી સંસ્થાઓ સાથે જોડાયેલા હોય છે એવું રાજધાની ઇમ્ફાલલથી પ્રકાશિત થતા સમાચાર જણાવે છે.
સરકારની જવાબદારીમાં આવા ગુપ્ત રિપોર્ટ મળતા રહે છે પણ એકલદોકલ બનાવવાની નોંધ લેવામાં આવતી નથી પણ જ્યારે ગુનાખોરીની સંખ્યા વધતી જાય છે ત્યારે વાત ઘણી ગંભીર બની જતી હોય છે. મુશ્કેલ પરિસ્થિતિ માંડ કંટ્રોલ થાય છે ત્યાં ફરીથી ચિનગારી ચાંપવામાં આવે છે.
અધિકારીઓ કે આગેવાનોના અપહરણો પણ થતા રહે છે. આંતરિક સ્થિતિમાં તેમની હરકતો તોફાની તત્વો દ્વારા ચાલુ રાખવામાં આવે છે. મણીપુરમાં આતંકવાદીઓ અને ટ્રેઈન્ડ નકશલવાદીઓ દ્વારા મિસાઈલ અને ડ્રોન બોમ્બ ના પ્રયોગો કરવામાં આવે છે. ગાઢ જંગલ તથા ગુફાઓ જેવા પહાડી વિસ્તારમાં આસામ રાયફલ્સ, ઇન્ડિયન આર્મી ના જવાનો ખૂબ સંઘર્ષ કરતા હોય છે. કોઈકવાર સ્વબચાવમાં આર્મી એ પણ આધુનિક હથિયારોનો ઉપયોગ કરવો પડ્યો છે. સીઆરપીએફ દ્વારા એન્ટીટડ્રોન ગન્સનો ઉપયોગ થઈ રહ્યો છે, સરકાર સમાધાન કરવાના પૂરતા પ્રયત્નો કરે છે.
મણિપુરના સિક્યુરિટી એડવાઈઝરે ચોકસાઈ કરીને કહ્યું છે કે 900 જેટલા ઉગ્રવાદીઓ મણીપુરમાં પ્રવેશી ચૂક્યા છે તેઓ ગમે ત્યારે મણીપુરને બાનમાં લઈ શકે છે, દેશવાસીઓ માટે તથા સરકાર માટે આ ચિંતા નો વિષય છે.
(સૌજન્ય – એન.ડી.ટી.વી., ઈકોનોમિક ટાઈમ્સ)