તારીખ 13-9-24 ના રોજ મણીનગર ખાતે અમદાવાદ શહેર પોલીસ (ઝોન-૬) દ્વારા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. તે દિવસે ‘સામાજિક સમરસતા’ માટે વિવિધ કાર્યોના પ્રયાસોમાં કાર્યરત આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમાં સીએનઆઇ ચર્ચના જાણીતા ધર્મગુરુ હેમિલ્ટન રોય ની જાહેર સેવાઓ ને ધ્યાનમાં રાખી તેમનું બુકે આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
આ સંમેલનમાં પોલીસ કમિશનર જીએસ મલિક સાહેબ, ips નાયબ કમિશનર ડૉ.રવિ મોહન સૌની સાહેબ, મદદનીશ કમિશનર શ્રી પ્રદિપસિંહ જાડેજા સાહેબ અને માનનીય એમ.એલ.એ શ્રી અમુલ ભટ્ટ સાહેબ વગેરે મહાનુભાવો એ તેમની શુભેચ્છાઓ અર્પણ કરી હતી. આ સમયે રાજકીય આગેવાનો, સ્વયંસેવકો, અધિકારીઓ તથા પ્રતિષ્ઠિત નાગરિકો ની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સામાજિક એકતા ના પ્રયાસોમાં ખ્રિસ્તી સમાજ વચ્ચે કાર્યરત રેવ. હેમિલ્ટન સાહેબનું આ સ્થળે આપેલ ટૂંકું મંતવ્ય નોંધનીય હતું. તેમણે જણાવ્યું કે ખ્રિસ્તી ધર્મગ્રંથ પ્રમાણે “તેઓ બધા એક થાય” તથા આપણે સૌ ભારતીયો એકજ પિતા નાં સંતાન છીએ, ખ્રિસ્તીઓ સમય સંજોગો પ્રમાણે આગવો માર્ગ શોધીને અલગ જીવનશૈલીમાં ગોઠવાયા, આપણા સૌનું મૂળ સ્ત્રોત તો એક જ છે.
તેમણે વધુમાં જણાવ્યું કે (સાર) એક જ સર્જનહાર પિતા પર જેઓ વિશ્વાસ કરીને તેમના સન્માર્ગમાં ચાલે છે તેઓ પૃથ્વી પર સ્વર્ગ બનાવી શકશે અને શાંતિ આનંદમાં રહી શકશે. જેટલું ઝડપથી આ સત્ય આપણને સમજાય એટલું સારું છે આ વક્તવ્યથી સાંભળનારા સૌએ તેમની સરાહના કરી હતી. રોય સાહેબે ‘સૌને પ્રભુ આશીર્વાદ આપે’ તેવી શુભેચ્છા પ્રાર્થના કરી હતી. (હેમિલ્ટન સાહેબની વાત ખ્રિસ્તીધર્મીઓ માટે પણ એટલીજ લાગુ પડે છે.)
ખ્રિસ્તી સમાજને માટે આ એક આનંદની વાત છે. “સામાજિકપથ” ન્યુઝ મેગેઝીનના તંત્રી તથા ટીમ તરફથી સાહેબને તથા આયોજક અધિકારીઓ ને અભિનંદન. એમના સામાજિક એકતાના એમના પ્રયાસો જાળવી રાખે એ શુભેચ્છા. (આ લિંક આગળ મોકલી જાગૃતિ ના પ્રયાસોમાં જોડાઓ.)