અમદાવાદ માં સાહસિક યુવાનોના રોલ મોડલ, નેચર કેમ્પિંગમાં નિષ્ણાત, પર્યાવરણ અભ્યાસુ શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા ઉત્તર ભારતના લેહ-લડાખ ખાતે વિશ્વના સૌથી ઊંચાઈ પર આવેલા રોડની ટોચે ૩૩મી વાર પહોંચીને અદ્વિતીય સફળતા પ્રાપ્ત કરી છે.
પર્યાવરણ શિક્ષણ સંસ્થાના સંબંધે અસંખ્ય વાર એમની સાથે નેચર કેમ્પિંગ નો અનુભવ શેર કરવાની તક આ લખનારને મળી છે. રાજેન્દ્રભાઈ સ્વભાવે મજાના માણસ, મિલનસાર, મિતભાષી, સૌનો સન્માન કરનાર, મિત્રોના હિતેચ્છુ, સ્વભાવે સંયમી તથા ઉત્સાહી મિત્રને અભિનંદન પાઠવું છું.
ખારડુંગ-લા 33મી વાર પહોંચીને રેકોર્ડ સર્જ્યો છે. અનેક ખાટા મીઠા અનુભવોમાંથી તેઓ પસાર થયા છે. મોટર-સાયકલ તથા ફોરવ્હિલર પર કરેલી આ સફળ, સાહસ યાત્રાઓથી ઘણા ગુજરાતી યુવાનો-યુવતીઓ તથા બાળકોના હ્રદયમાં વિશેષ સ્થાન ગ્રહણ કર્યું છે. અમદાવાદ ઝેવિયર્સના ભૂતપૂર્વ સ્ટુડન્ટ તથા દેશપ્રેમી એવા જાડેજા ખૂબ પ્રચલિત વ્યક્તિ છે. અવારનવાર મીડિયા તથા પ્રેસમાં તેમના કાર્યોની નોંધ લેવાતી રહી છે. ખારડુંગ-લા લેહ ખાતેથી એમનો અનુભવ જણાવતા તેઓ કહે છે કે “હું લડાખ જિલ્લાના મુખ્ય શહેર લેહથી ઉપર ખાંરડુંગ-લા પહોંચ્યો છું. આ જગ્યા દરિયાની સપાટીથી 18000 ફૂટની ઊંચાઈએ આવેલી છે.”
વધુમાં તેઓ જણાવે છે કે “બરફ આચ્છાદિત હિમાલય પર્વતમાળામાં પ્રવેશ માટે હું ગુજરાતી તરીકે ગૌરવ અનુભવું છું. ખારડુંગ-લા એવો એક પોઈન્ટ છે કે જે 18000 ફૂટ જેટલી ઊંચાઇએ આવેલ છે. પાતળું હવામાન ઓછો ઓક્સિજન અને સુસવાટા મારતા ઠંડા પવનો, જીવનમાં નવું જ જોમ પ્રગટાવે છે. હાલમાં માઈનસ 8 C. ડીગ્રી. ટેમ્પરેચર છે. લડાખ પર્વત માળા થી આગળ, દુર દુર દેખાતા કારાકોરમ ઘાટ નાં સાસેર પર્વતો અદભુત મનોરમ્ય દ્રશ્યો દેખાઈ રહ્યા છે, મન કહે છે પાંખો હોત તો હજુ દુર દેખાતા પર્વતોની મુલાકાત લઈ આવું.”
લેહની ભૂમિ “મુન લેન્ડ” તરીકે ઓળખાય છે. અહીં આછાં વૃક્ષો અને ફક્ત પર્વતીય પ્રદેશ નજરે પડે છે. *વિજયાક* નામના રાષ્ટ્રીય બોર્ડર ના માઈલસ્ટોન પર લખેલું છે કે આ જગ્યા વિશ્વની સૌથી ઊંચી એવી જગ્યા છે જ્યાં ફોરવ્હીલ પહોંચી શકે છે. ભારતમાં જ આ જગ્યા આવેલી છે એ મોટી વાત છે, વિશ્વમાંથી સાહસ યાત્રાળુઓ મોટી સંખ્યામાં અહીં આવતા હોય છે.
લેહ, મીલેટરી બોર્ડર કેમ્પસ માટે જાણીતું છે. ઓછી વસ્તી તથા પહાડી વિસ્તારોમાં ધબકતું લોકજીવન, પ્રાચીન સંસ્કૃતિ, સુંદર પશુ-પક્ષીઓની અજાયબીઓથી સજાવેલું આ સ્થળ જીવનમાં એકવાર અનુભવવા જેવી જગ્યા છે. *સામાજિક પથ* પરિવાર રાજેન્દ્રસિંહ જાડેજાને અભિનંદન પાઠવે છે. -જય ગુજરાત, જય ભારત.