મમ્મીના માથામાં ફટકાર્યું બેટ


(આ ઘટના બાબતે સામાજિક સંગઠનો તથા મેડિકલ નિષ્ણાતો સાથે વાતચીત ના આધારે)

સોશિયલ મીડિયામા વાઈરલ થયેલી એક વિચિત્ર ઘટના ની નોંધ “સામાજિકપથ” માં લખવાની જરૂર લાગી. એક કિશોર વયના બાળકે એની મમ્મીના માથામાં ક્રિકેટનું બેટ જોરથી ફટકારી દેતા ‘ઓન ધ સ્પોટ’ મમ્મી ના હોશ ઉડી ગયા.
(એ જાણવું જરૂરી છે કે આજકાલ વિડીયો એડીટીગ કલા ઘણી વિકાસ પામી છે, એમ છતાં આ વિડીયો ની વાર્તા નો સાર સમજવામાં આવે તો પણ આજનાં સમયમાં સમજવા જેવું છે એમ માની ને આગળ વધીએ)

મોબાઈલ ના કારણે નીતનવા બનતા બનાવો અવાર-નવાર સામે આવતા રહેતા હોય છે. એક વિડીયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે તેમાં દેખાય છે એ રીતે એક ચાર -પાંચ ધોરણમાં ભણતું બાળક પોતાના ઘરમાં સ્કૂલનાં હોમવર્ક કરવાનાં સમયે મોબાઇલ જોઈ રહ્યો છે. કદાચ એને હોમવર્ક કરવાનું બાકી હશે. તેની મમ્મીએ તેને મોબાઈલ જોવાની ઘણીવાર મનાઈ કરી હશે. તેથી મમ્મી ને ગુસ્સો આવ્યો અને બાળકના હાથમાંથી મોબાઈલ ઝુંટવી લે છે.

બસ, મુખ્ય ઘટના આટલી જ છે, આ જ સમાચાર નું હાર્દ છે. (બાળકને તે ઘડીએ પોતાનું સર્વસ્વ લૂંટાઈ ગયા નું અપમાન લાગ્યું હશે) થોડીવાર છોકરો મમ્મીની સામે ગુસ્સામાં તાકીને જોઈ રહે છે અને ત્યારબાદ મમ્મી એ ફોન દ્વારા કોઈક (સગાં)ની સાથે વાત કરતાં હોય છે, આ સમયે બાળકના મનમાં આકાર લઈ રહેલો ધ્રુણાનો કીડો સળવળ્યો. મમ્મી ફોન પર વાત માં મશગુલ થઈ ગયા પછી મમ્મીનું ધ્યાન જ્યારે બાળક પર હોતું નથી, ત્યાં બાળક બેડમાંથી ઊભો થઈને, નજીકમાં પડેલું બેટ ઉઠાવીને મમ્મીના માથામાં જોરથી ફટકારે છે કે મમ્મી ત્યાં ને ત્યાં ઢળી પડે છે.

મેડિકલ પુછપરછ કરતાં મને જાણકારી મળી કે માણસનાં બ્રેઈન ના સેન્ટરમાં પેરાઈટલ કે ઓકસીડેશન કહેવાતા ભાગમાં ગંભીર આંતરિક ઘા થવાથી બ્રેઈન હેમરેજ થયું હોવું જોઈએ. ઇન્ટર્નલ બ્લિડિંગ થવાથી ન્યુરોલોજીકલ સિસ્ટમ કોલાપ્સ થઈ જતી હોય છે. એ કારણોથી મમ્મી ના હોશ ઉડી ગયા હશે ? એવું ડૉ. મનોજ ગોસ્વામી નું માનવું છે.

આ વિડીયો જોતા આપણું હૃદય હચમચી ઊઠે એ સ્વાભાવિક છે. એવું આની પાછળ ઘણા બધાં બીજા પાસાઓ પણ વિચારવા જેવા છે કે આજે મોબાઈલ એક વળગણ બની ગયું છે. આજે મોબાઇલ વિના નાના મોટા કોઈને ચાલે એવું નથી, મોબાઇલ ભણતરનો પણ ભાગ બની ચૂક્યું છે, તેથી મોબાઈલની સાથે એક સંબંધ બંધાઈ ગયો છે. દરેકને મોબાઈલ પોતાના પ્રિય પાત્ર કરતા પણ વધારે વહાલો લાગે છે. આજના આ બાળકોને મોબાઇલની એવો ક્રેઝ લાગેલો હોય છે કે તે કોઈ સંબંધો કે લાગણીઓ ની તરફ જોતા હોતા નથી અને તેથી આના જેવા બીજા ઘણા કિસ્સાઓ બનતા જોવા મળે છે.

અહીં પ્રશ્ન એ પણ થાય છે કે આ ક્ષણ મમ્મીનું મૃત્યુ એના દીકરાના હાથે જ લખાયું હશે ? કેટલાક એવી પણ વાતો કરે છે અને કેટલાક દ્વારા એવું પણ જાણવા મળે છે કે બાળક નિર્દોષ છે કે મમ્મી નિર્દોષ છે? બાળકનો વાંક છે કે મમ્મીનો વાંક છે? કારણ કે મમ્મી જ્યારે મોબાઈલ લઈ લે છે ત્યારે બાળક ડિસ્ટર્બ થઈ જાય છે પણ એ જ મોબાઈલ દ્વારા મમ્મી તરત જ બીજા કોઈ સાથે ફોન પર વાત કરે છે. હકીકતમાં એવું પણ લાગે છે કે જો મમ્મીએ ફોર એક બાજુ મૂકી દીધો હોત અને બાળકના હોમવર્ક તરફ ધ્યાન આપ્યું હોત તો બાળકને હુમલો કરવાની તક ન મળેત. પરંતુ મમ્મી જ્યારે પોતે તેજ ફોન નો ઉપયોગ કરે છે તેનાથી બાળક ના ગુસ્સા નો અંતિમ વિચાર આવી જાય છે.

આ ઘટનામાં મહત્વના સમાચાર મમ્મી મરી કે જીવી એ નથી સમાચાર આપણી આવતી પેઢીના વ્યવહાર અને ભવિષ્યની પેઢીના ઘડતર બાબતે છે. આવી ડિજિટલ વર્લ્ડ બનાવીને આપણે શું મેળવીશું ? સાથે સાથે બીજા એક મિત્રએ મને જણાવ્યું છે કે બાળક નિર્દોષ બાળકને નિર્દોષ કહેવો કે મમ્મીને નિર્દોષ કહેવી, એ સમજ પડતી નથી.
આપણા સમાજ માટે “સામાજિક પથ” એ વિચારવા માટેનો મુદ્દો આપ સૌ સમક્ષ મુક્યો છે.