ફ્લાઈટ્સમાં બોમ્બ મુકાયાની અફવાથી કંપનીઓ ચિંતામાં

છેલ્લા અઠવાડિયાથી વિવિધ આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક ફ્લાઈટમાં બોમ્બ મુકાયાની અફવા તથા ધમકીઓ ચાલુ છે, જે ચિંતાનો વિષય બની ગયો છે. સોશિયલ મીડિયા દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવી છે. પોલીસ એજન્સી ઓએ તાબડતોડ સક્રિય થતાં છત્તીસગઢના નકશલી વિસ્તારોમાંથી રાજનનંદગાવ ની પોલીસે એક શખ્સ ની ધરપકડ કરી છે. છેલ્લા ચાર દિવસ માં જ 12 વિમાનોને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી મળી છે, જે અંતે અફવા સાબિત થઈ છે છતાં વિમાન કંપનીઓ આ બાબતે ચિંતામાં છે. તાજેતરમાં એક શખ્સ દ્વારા ટ્વિટર એકાઉન્ટ પર તથા સોશિયલ મીડિયા ના એક્સ પ્લેટફોર્મ પર 6 kg આરડીએક્સ તથા આતંકવાદીઓ ની ઘૂસણખોરી ની અફવાઓ ફેલાવવામાં આવી હતી છેવટે તપાસ કરતા ખોટી માલુમ પડી છે જાણકારોનું કહેવું છે કે આ પ્રકારની હેરાન કરતા નક્ષલવાદી પ્રવૃત્તિ નો એક ભાગ હોઈ શકે? એક યુવાને સીઝોબોમ્બર ૭૭૭ નામનું એકાઉન્ટ બનાવીને ધમકીના મેસેજ વાયરલ કરાતા સરકાર એવીએશન કંપનીઓ હરકતમાં આવી ગઈ હતી અને તાત્કાલિક ઘણા વીમાનોને રોકવાની ફરજ પડી હતી. આવી ઘટનાઓ દેશ માટે જોખમરૂપ જણાય છે. થોડાક જ દિવસો પહેલા એરલાઇનની કેટલીક શાખાઓમાં ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ હેક થવાના બનાવો બની ચૂક્યા છે. ત્યારે આવી હરકતો સત્તાધારીઓ માટે માથાનો દુખાવો બની ગઈ છે. જોકે આપણી કેન્દ્ર સરકારે આવી ઘટનાઓ અને ગંભીરતાથી લઈને તપાસ કરી છે અને એને સંવેદનશીલ ઘટના ગણી છે. આ ઘટનામાં ઉચ્ચ સ્તરીય બેઠકો બોલવામાં આવી અને સિક્યોરિટીની પૂરી તપાસના હુકમો અપાયાનું જાણવા મળે છે.
આ ગુનાહિત કૃતિને સાયબર ગુનાના કાયદા હેઠળ ગંભીરતાથી લેવામાં આવ્યા છે. એર ઇન્ડિયાની જયપુર -અયોધ્યા ફ્લાઇટ, બારડોગરા- બેંગલોર, દિલ્હી – શિકાગો, દરભંગા – મુંબઈ, દમામ – લખનઉ, મુંબઈ – મસ્કત વગેરે ઘણા રૂટની ફ્લાઈટો પર આની ગંભીર અસરો થઈ હતી અને તેમાંની કેટલીક અમદાવાદ એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી, તેવું સમાચાર માધ્યમોથી જાણવા મળ્યું છે.