અફસોસ ન કરો, આગળ વધો.

પૃથ્વી પર તમારા જન્મ થતા પહેલા ઈશ્વરે તમને પૂછ્યું હતું કે તમારે પુરુષ બનવું છે કે સ્ત્રી?
ઈશ્વરે તમને પૂછ્યું હતું કે તમારે કયા ધર્મ પાળતા કુટુંબમાં જન્મ લેવો છે?
ઈશ્વરે તમને પૂછ્યું હતું કે પૃથ્વી પર તમને કયો ધર્મ ફાવશે? ઈશ્વરે તમને પૂછ્યું હતું કે તમારે કયા દેશમાં, રાજ્યમાં, શહેરમાં કે ગામમાં જન્મ લેવો છે?
ઈશ્વરે તમને પૂછ્યું હતું કે તમને કેવા માબાપ ફાવશે?
તમારે જોઈએ તેવા દીકરા -દીકરીઓ ભાણિયા -ભત્રીજા તથા સગા વિશે તમારી મરજી ઈશ્વરે પૂછી હતી?
ઈશ્વરે તમને પૂછ્યું હતું કે તમારે તમારો ભાઈ કેવો જોઈશે?
ઈશ્વરે તમને પૂછ્યું હતું કે તમારો જમાઈ કેવો જોઈશે? ઈશ્વરે પૂછ્યું હતું કે તમારી પુત્રવધુ કેવી જોઈશે?
તમારા પડોશી વિશે પૂછ્યું હતું કે તમને આ પડોશી ફાવશે? એ જ રીતે શાકવાળા, કરિયાણા વાળા, નોકરી -ધંધા ના સહકર્મચારીઓ અને ઉપરી અધિકારીઓ, વિશે તમારી પસંદગી ઈશ્વરે તમને પૂછી હતી ખરી??

આવાં તો અસંખ્ય સવાલો છે. જેનો જવાબ ફક્ત “ના” છે.
જવાબ નકારમાં જ હોય. ખરું ને?

તો સમજો કે દુનિયામાં આપણી મરજીથી, શું અને કેટલું ચાલે છે? આપણે ઈશ્વરથી મોટા નથી. એટલે પૃથ્વી ઉપર જન્મ લીધા પછીની ઉભી થયેલ પરિસ્થિતિ પસંદ હોય કે ન હોય, પણ જે છે તે સ્વીકારી લેવું પડે છે- સમાધાન કરવું પડે છે. રાજીખુશીથી સ્વીકાર કરનાર જીવનમાં વિજયી બને છે. આ વાસ્તવિકતા ને સ્વીકારીને જીવવાથી આપણી નજીક ઈશ્વર છે એ અનુભવી શકાય છે. ઈશ્વરની આ કાર્ય પદ્ધતિ મને, તમને, પડોશીઓને અને નાના મોટા સૌને લાગુ પડે છે. ઈશ્વર જેવું, જેટલું અને જ્યાં આપ્યું છે, તેને સ્વીકારીને તેમાં સંતોષ માનવો, એ એની મરજી છે એનો નકાર કરીને ઈશ્વરના ન્યાયનો અનાદર કરવામાં આવે છે. સમય ગયાં પછી પસ્તાવો થાય છે? અને અફસોસ પણ થાય છે.વાત સામાન્ય છે એટલી જ રહસ્યમય છે કેટલાક લોકો આ “જીવન પ્રવાસનું સમીકરણ” સમજી નહીં શકતા હોવાને કારણે પરિસ્થિતિને માન આપતા નથી. વિચાર, વાણી, વર્તન પોતાની સંકુચિત સમજ પ્રમાણે કરે છે. તેઓ જીવનભર ખૂબ દુઃખી થતા જોવા મળે છે અને તેઓ ‌પોતાની સાથે પડોશીઓને પણ દુઃખી કરે છે. તેથી ઘણીવાર તેઓ તિરસ્કાર અને અપમાન નો ભોગ બને છે. તેથી સમાજની એકતામાં અવ્યવસ્થા ઊભી થાય છે.

વાત સામાન્ય છે એટલી જ રહસ્યમય છે કેટલાક લોકો આ “જીવન પ્રવાસનું સમીકરણ” સમજી નહીં શકતા હોવાને કારણે પરિસ્થિતિને માન આપતા નથી. વિચાર, વાણી, વર્તન પોતાની સંકુચિત સમજ પ્રમાણે કરે છે. તેઓ જીવનભર ખૂબ દુઃખી થતા જોવા મળે છે અને તેઓ ‌પોતાની સાથે પડોશીઓને પણ દુઃખી કરે છે. તેથી ઘણીવાર તેઓ તિરસ્કાર અને અપમાન નો ભોગ બને છે. તેથી સમાજની એકતામાં અવ્યવસ્થા ઊભી થાય છે.

આનો રસ્તો એક જ છે કે “બીજાના મત, વિચાર અને લાગણી નો સ્વીકાર કરતા શીખી લઈએ” આપણું જીવન માણસાઈના નીતિ મૂલ્યો પર આધારિત છે. આ વિચારીશું તો બીજાનું સન્માન કરતાં પણ શીખીશું. પોતાની છીછરી સમજણ બીજા પર થોપવાનું બંધ કરીએ. શાંતિથી જીવીએ અને જીવવા દઈએ. એ જ સાચી સ્વતંત્રતા અને પ્રજા તંત્રનો પાયો છે.
પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ 2024.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *