Kuku FM, ALTT, 99 Acres જેવી પ્રચલિત એપ્સ ગૂગલ પ્લે સ્ટોર પરથી કાઢી નાખવામાં આવી

Google ની ભારતીય એપ્સ પર તવાઈ, નીતિઓના ઉલ્લંઘન બદલ Google એ Play Store પરથી Kuku FM, TrulyMadly, QuackQuack, Altt, shaadi અને Matrimony.com તેમજ InfoEdge અને રિયલ-એસ્ટેટ પ્લેટફોર્મ 99 એકર સહિત અનેક લોકપ્રિય ભારતીય એપ્સને હટાવી દીધી છે.



ગૂગલે તેની નવી એપ સ્ટોર નીતિઓનું પાલન કરવામાં નિષ્ફળ રહેલ એપ્લિકેશન્સ પર તેના વલણને સ્પષ્ટ કરી એક બ્લોગ પોસ્ટ પ્રકાશિત કર્યાના થોડા સમય પછી આ પગલું લીધું છે. પોસ્ટમાં, ગૂગલે ‘ડિલિસ્ટિંગ’ જેવા સંભવિત પરિણામોની ચેતવણી આપી હતી. કંપનીએ ખાસ 10 કંપનીઓને બોલાવી છે. જોકે તેણે તેમના નામ જાહેર કર્યા નથી.