ઇઝરાયેલ દ્વારા માનવતાને શરમાવે એવો હવાઈ હૂમલો


ઇઝરાયેલે ગાઝાના દક્ષિણ ભાગમાં આવેલા રફાહ શહેર પર ભારે હવાઈ હુમલો કરી બોમ્બવર્ષા કરી નાખી છે. 30-40 થી વધુ લોકો મોતને ઘાટ ઉતર્યા છે. અસંખ્ય લોકો ઘાયલ થયા છે. એવું જાણવા મળે છે કે ગાઝા પટ્ટીમાં ભૂખ્યા અને ટળવળતા પેલેસ્ટાઇન વાસીઓ શરણાર્થી શિબીરોમાં ખોરાક ના પેકેટો લેવા લાઈનમાં ઉભા હતા ત્યારે અચાનક વિમાનો દ્વારા બોમ્બ ઝીંકવામાં આવ્યા. તેનાથી ઘણા લોકો ઘાયલ થયા તથા મૃત્યુ પામ્યા.


કેટલીય જગ્યાએ નિર્દોષ નાના બાળકો અને તેમની માતાઓનો આક્રાંદ આકાશ ગજવી નાખ્યું હતું.

પેલેસ્ટાઇનના રહેણાંક વિસ્તારમાં હમાસના આતંકવાદી સંગઠનો એ ઇઝરાયેલના યહૂદી નાગરિકો પર અત્યાચાર કર્યો તેના જવાબમાં આવી એરસ્ટ્રાઈક કરવાનું માનવામાં આવે છે. તેથી હમાસ – ઇઝરાયેલ વચ્ચે સમાધાનના પ્રયત્નો નિષ્ફળ ગયા છે.

એરસ્ટ્રાઈક માં ગાઝાના તોડી પડાયેલા મકાનોના કાટમાળ ના ઢગલા પર એક માતા તેના મૃત બાળકને ખોળામાં લઈ બેઠેલી છે. તે દ્રશ્ય કરુણ હોવાથી તેની તસવીર પણ મૂકી શકાય એમ નથી. બીજા એક સ્થળે સ્ટ્રેચરમાં એક પુરુષની અર્ધમૃત લાશ પડી છે એની પાસે એક સ્ત્રી તેના મૃત પામેલ બાળકને સફેદ કપડામાં લપેટેલો તેના ખોળામાં રાખેલો જોઈ શકાય છે. એ માતા માટે એ બાળકના જીવવાની કોઈ આશા રહી નથી. હવે તેની અંતિમ વિધિ પણ ક્યારે કરશે તેની ચિંતા તેના મોં પર જણાઈ આવે છે. ઘવાયેલા પીડીતો રાહત કેમ્પમાં જમીન પર વિખરાયેલા પડ્યા છે, ઘણાનાં શરીરો ફાટી ગયા છે લોહીના ખાબોચિયા જ્યાં ત્યાં ભરાયા છે. મૃતદેહોને ગધેડા ગાડા પર મૂકીને લઈ જવામાં આવે છે. (સૂત્રો દ્વારા)