મોબાઇલની કોઈ પણ એપ્લિકેશન દ્વારા તમારી સાથે છેતરપિંડી કે દુરુપયોગ થયો હોય તો, જનતાને રક્ષણ આપતી સેવા “ચક્ષુ સુવિધા” વિશે જાણો.
ખોટા કોલ, છેતરપિંડી, ધમકી, નાણાંની ઉઠાંતરી, વગેરે જેવા મોબાઈલથી થતા ગુનાઓને અંકુશમાં રાખવા અને તેનો ભોગ બનેલાને માર્ગદર્શન આપવા, કેન્દ્ર સરકારે “ચક્ષુ સુવિધા” શરૂ કરી છે. સાઇબર ગઠિયાઓ દ્વારા થતી ચાલાકી તથા શંકામંદોને ગુના કરતા રોકવા પ્રયત્ન કરે છે.
દિવસે દિવસે વધતા જતા સાયબર ગુનાઓ ની ફરિયાદ વધતી જતી હોઈ, સરકારે સક્રિય થઈ તેને કાબુમાં રાખવા તથા તેની ફરિયાદ સરકારી તંત્ર સુધી પહોંચાડવા આ સુવિધા મુકવામાં આવ્યું છે. આ સુવિધા એક એવું મહત્વનું કદમ છે કે તે સાયબર અપરાધોની સામે લોકોને જાગૃત કરી સશક્ત બનાવે છે.
ચક્ષુ સુવિધાનો ઉપયોગ કરવા માટે નીચે આપેલ લિંક પર જવું :-
LINK:- https://sancharsaathi.gov.in/sfc/
અથવા
નીચે આપેલ બટન પર ક્લિક કરો :-
સાયબર ક્રાઇમના સંદર્ભે ધ્યાન આપવા જેવી બાબતો :
૧) તમે જો ગુનામાં ફસાયા છો ત્યારે કઈ રીતે અને કયા માધ્યમથી તમારો દુરુપયોગ થયો છે? દા. ત. ઇમેલ, ફોન, લખાણ દ્વારા, પત્ર દ્વારા વગેરે યાદ રાખો?
૨) શું તમે કોઈ ચોક્કસ યોજના, રમતગમત, ઇનામ, લોટરી, વગેરેથી ફસાયા છો કે કેમ ?
૩) તેની માહિતી તેની તારીખ તેનો સમય તથા તેની કોપી સ્ક્રીનશોટ લઈને અવશ્ય તમારા મોબાઇલમાં સંગ્રહ સેવ કરી લો.
૪) ફરિયાદ કરતી વખતે કોઈ ખાસ વાત બની હોય તે યાદ કરો અને વિગતવાર પોલીસ સ્ટેશનમાં જણાવો છેતરાયા ની માહિતી ની વિગત વ્યક્તિ નો ફોટો વિડિયો જાહેરાત કે સંદેશ કઈ રીતે તમારી પાસે આવ્યો તે જાણો.
૫) શું તમે ઓટીપી કે પાસવર્ડની લેવડદેવડ કરી હતી કે કેમ? ૬) તમારા ફોનમાં થયેલા ફેરફારો, જેમ કે ફોન બંધ થઈ જવો, ખોટા મેસેજ અથવા વિડીયો આવવા, ગમે તે એપ્લિકેશન ખુલી જવી, જેવું અજુગતું થતું હોય તેની નોંધ લો.
૬) આ બધી માહિતી સાથે બને તેટલું જલ્દીથી નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા નજીકની સાઇબર ક્રાઇમ ઓફિસમાં અરજી નોંધાવો અને ફરિયાદ નો રજીસ્ટર નંબર મેળવી લો.
૭) આ બધું કાર્ય કરવા માટે ચક્ષુ સુવિધા આપને મદદરૂપ થઈ શકે છે.
Photo by : Anna Tarazevich