ત્રણ વર્ષ પછી કોરોનાની આડઅસર નો અભ્યાસ


કોવિડ-19 ગયા પછી એક મેડિકલ અહેવાલ મુજબ ત્રણ-ચાર વર્ષમાં કોરોના ને કારણે ભારતીયોના ફેફસાં પર માઠી અસર થઈ છે.

ચેન્નાઈ થી સમાચાર મળ્યા છે કે જાણીતી વેલ્લોરની “ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ”ના નિષ્ણાતો દ્વારા હાથ ધરવામાં આવેલા એક અહેવાલમાં ગંભીર કહી શકાય તેવી નોંધ લખવામાં આવી છે. તેમાં 207 દર્દીઓની તપાસ કરવામાં આવી અને જાણવા મળ્યું કે તેમના ફેફસાંની કાર્યક્ષમતા ઘટી રહી છે, સામાન્ય ગુણવત્તાની સરખામણીમાં આ દર્દીઓના ફેફસાંની સ્થિતિ ખૂબ જ નબળી માલુમ પડી છે. કોવિડ થયા પછી તેમના ફેફસાં ઘણા ધીમા ચાલી રહ્યા છે. તેમાંથી કેટલાક દર્દીઓને શ્વાસ લેવાની તકલીફ પડી રહી છે. દવાખાનામાં એવી ઘણી ફરિયાદો પણ મળી છે. દર્દીઓ તરફથી આવી ફરિયાદના કારણોમાં નિષ્ણાતોનું કહેવું છે કે આ દર્દ ના કારણો વિવિધ રીતે જોઈ શકાય. કેટલાકને વ્યસનો પણ હોવાનું તથા અગાઉથી આ બીમારીનો ભોગ બન્યા હોય એવા લોકો પણ છે, ત્યારબાદ બીજું કારણ વધતું જતું પ્રદૂષણ પણ આ તકલીફ માટે જવાબદાર છે.

49.3% શ્વાસની તકલીફ અને 27.1% લોકો ખાંસીની બીમારીની ફરિયાદ કરી રહ્યા છે. સીએમસી વેલોરના પલમોનરી મેડિસિન પ્રોફેસર શ્રી ડી.જે ક્રિસ્ટોફરે જણાવ્યું કે ભારતીય લોકોમાં આ ટકાવારી અધિક કહી શકાય એમ છે. જો કે આનું એકમાત્ર કારણ કોવિડ નથી પણ બીજા તત્વો પણ જવાબદાર છે.

આ રિપોર્ટ ની ચેતવણી પર આપણે ધ્યાન આપીને સજ્જ થવાની જરૂર છે, ફેફસાની તપાસ તથા તેની કાળજી લેવી ખૂબ જરૂરી છે. જો આપણે સવારે પ્રાણાયામ જેવી ફેફસાંની કસરતો કરીએ તો ફેફસાં મજબૂત થવાથી આ રોગનો સામનો કરી શકાય છે અને ચિંતા નો કોઈ કારણ ન રહે. તેથી તંદુરસ્ત હોય કે નાદૂરસ્તી, દરેક વ્યક્તિએ સવારે ઊંડા શ્વાસોશ્વાસની ક્રિયા કરવી ખૂબ જરૂરી છે. કેટલાક આયુર્વેદ નિષ્ણાત વૈદો પણ અવારનવાર આ કસરત કરવાનું યાદ કરાવી રહ્યા છે.

Photo by CDC: pexels