ભારતીય જનતા પાર્ટી દિલ્હી થી સંચાલિત થયા મુજબ ગુજરાત પ્રદેશ મહિલા મોરચા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તા 9 માર્ચ, 2024 શનિવારના રોજ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે રાજ્ય કક્ષા ના કવયિત્રી સંમેલન ના ભવ્ય આયોજનમાં ગુજરાતની નામાંકિત 15 કવયિત્રીઓનો જોરદાર મુશાયરો થયો.
જેમાં ઉપસ્થિત રહી કાવ્ય પઠનની તક મળી. જેમાં દિલ્હી પત્રકાર લેખન સમિતિ ના સદસ્ય માધવી બેન ભુતા પાધરેલા એમની સાથે વાતચીત કરવાની તક પ્રાપ્ત થઈ. મહિલા પ્રદેશ પ્રમુખ ડૉ. દીપિકા સરવડાને મોદીજી ને સમર્પિત મારી વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત બુક શતમ જીવમ શરદ: ભેટ આપી. પ્રદેશ મંત્રી શ્રદ્ધા બેન ઝા અને મહિલા મોરચાની ટીમ દ્વારા મારું શાલ બુકે દ્વારા સ્વાગત અને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું. સાથે સ્વાદિષ્ટ પ્રીતિ ભોજન પણ હતું. 1500 થી વધુ બહેનો થી ખીચોખીચ ભરેલું ગ્રાઉન્ડ માં શબ્દે શબ્દે દાદ આપતું જોરદાર live ઓડિન્સ સાચે અદ્ભૂત અનુભવ રહ્યો.
એક યાદગાર મુશાયરા માં ભાગ લેવા આમંત્રિત કરવા બદલ BJP ગુજરાત મહિલા મોરચા નો ખુબ ખુબ આભાર
-ઈવાબહેન પટેલ, મણિનગર
“સામાજિકપથ” ન્યૂઝ વેબ ચેનલ તરફથી લોકહિત ની દરેક પ્રવૃત્તિઓ માટે શુભેચ્છાઓ.