આણંદના ચિત્રકાર શ્રી અશોક ખાંટ નું ચિત્ર પ્રદર્શન

(“સામાજિક પથ” નો ખાસ લેખ)

તાજેતરમાં અમદાવાદ ખાતે જાણીતા રિયાલીસ્ટીક ચિત્રકાર શ્રી અશોકભાઈ ખાંટ ના ચિત્ર પ્રદર્શન યોજાઈ ગયું. અમદાવાદમાં થતાં ઘણાં પ્રદર્શનોમાં વિશેષ મહત્વ ધરાવતું આ “રીયલ હીરોઝ ઓફ ઇન્ડિપેન્ડન્સ” નામનાં આ પ્રદર્શનમાં 100 જેટલાં સ્વાતંત્ર સેનાનીઓના વ્યક્તિ ચિત્રો (પોર્ટ્રેટ્સ) પેન્સિલ દ્વારા ખૂબ સુંદર રીતે કંડારાયા છે. ચિત્રકારે 180 થી વધુ ચિત્રો દોર્યા છે.

નવી પેઢીને સ્વતંત્ર સેનાનીઓ દ્વારા સંસ્કાર મળે તે ચિત્રકારની ભાવના છે. આ ચિત્રો જોનારને સેનાનીઓની યાદગીરી તાજી થાય તથા તેમના જીવન યજ્ઞની કદર થાય એ મહત્વની વાત આ ચિત્ર દર્શન વ્યકત થાય છે. આ ચિત્ર એક સંભારણું બની રહે એવું છે.

આ કલાત્મક પોર્ટ્રેટ ચિત્રોમાં પેન્સિલ નાં સુંદર સ્ટોક રંગીન બ્રશ વર્ક જેવા અદભુત છે તથા ચિત્રો માં ચહેરા ના સ્નાયુઓ તથા હાવભાવ સુંદર ઉપસી આવે છે, વ્યક્તિની વાસ્તવિક ઓળખ (લાઈકનેસ) ખૂબ ચીવટથી ઉપસાવી શક્યા છે.

આજે જ્યારે દેશ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓથી ઝઝૂમી રહ્યો છે એવા સમયે આ મહાન આત્માઓને યાદ કરી એમના વિચારો આપણા સૌના મનમાં નવી તાજગી ભરે, નાગરિકોનાં મન હૃદયમાં દેશભાવના પ્રગટે જરૂરી છે.

એ ભારત સરકાર રાષ્ટ્રહિતના કાર્ય માટે ખાસ પ્રોત્સાહક ઈનામો પણ આપે એવો એક વિચાર “સાપ” ન્યુઝ મેગેઝીન રજૂ કરે છે.

છેલ્લે અશોકભાઈ ખાંટને અભિનંદન આપવા જ પડે અને આવા રાષ્ટ્ર ભાવનાના પ્રેરણાદાયી વિચાર પ્રદર્શનનો કરતા રહે એવી અભ્યર્થના.