હાવર્ડ યુનિવર્સિટીના એક તાજા રિપોર્ટમાં શરીરને તંદુરસ્ત રાખવાની કેટલીક વાતો સામે આવી છે. વાત ખૂબ સામાન્ય લાગે તેવી છે પણ પરિવર્તનશીલ સમયમાં વિચારવા યોગ્ય છે. તેમાં નિષ્ણાત ડોક્ટરોની પેનલે તેમના તાજા રિપોર્ટમાં જણાવ્યું છે કે “દરેક માણસ માટે માંસાહારી ખોરાક કરતાં શાકાહારી ખોરાક વધુ આયુષ્ય, તંદુરસ્તી રાખનાર સાબિત થયો છે.”
શરીરમાં ‘ગુડ કોલેસ્ટ્રોલ’ શાકાહારી લોકોના લોહીમાં વધુ પ્રમાણમાં જોવા મળ્યું છે જ્યારે માંસાહારી લોકોના લોહીમાં ‘બેડ કોલેસ્ટ્રોલ’ નું પ્રમાણ ઘણું વધુ હોવાનું જણાયું છે. ડાયાબિટીસ ની તકલીફો પણ બડ કોલેસ્ટ્રોલના લોકોમાં ઘણી વધારે હોય છે. તેમનો ખોરાક વધુ પડતો માંસાહારી હોવાનું પણ બહાર આવ્યું છે.
શાકાહારી ખોરાકમાં કાર્બોહાઈડ્રેટ ઓછું હોય છે અને પ્રોટીન વધારે હોય છે, શાકાહારી ભોજનમાં ફરાર લીલા શાકભાજી સલાડ તથા ડેરી પ્રોડક્ટસ મુખ્ય હોય છે. શોધકર્તાઓએ વિવિધ ખોરાક પર અભ્યાસ કરી શાકાહારી લોકોના લોહીમાં કઈ કઈ ઉણપ હોય છે તે શોધવા ઘણા પ્રયત્ન કર્યો છે, તેમાં હાર્ટ અટેક ની તકલીફમાં શાકાહારી લોકોને બચવાની શક્યતા વધારે હોય એવો એક અંદાજ કરવામાં આવ્યો છે જો કે તેનાં અન્ય પણ કારણો છે.
આજકાલની ભાગદોડ વાળી જિંદગીમાં આપણો ખોરાક જ આપણા આયુષ્યનો આધાર છે. અપૂરતા વિટામિનો ને કારણે શરીરનો વિકાસ અટકી જાય છે, શરીરની સ્ફુર્તી ગાયબ થઈ જાય છે અને જુદા જુદા રોગોનો સામનો કરવાની કરવો પડે છે. આવા સમયે સમય સુચકતા વાપરી માંસાહાર ને તિલાંજલિ આપવી જરૂરી બને છે. બીજા ફાયદા એમાં એ પણ છે કે શાકાહાર કરવામાં પશુધન ને બચાવી શકાય છે. તથા પર્યાવરણ પણ તંદુરસ્ત રહે છે. પર્યાવરણ સંતુલિત હોવાથી આપણને ચોખ્ખા પાણી તથા ચોખ્ખી હવા મળે છે જે આપણને તંદુરસ્તી પ્રદાન કરે છે.