ગુજરાતી ચિત્રકાર અશોક ખાંટ ને દિલ્હી ના રામાયણ મેળામાં આમંત્રણ

રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પેઇન્ટિંગ કેમ્પમાં

ICCR ના ભારત આં. રા. રામાયણ મેલામાં
ગુજરાતી ચિત્રકાર અશોક ખાંટ નું અનોખું પ્રભુત્વ

રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે સંપન્ન થયેલ ભારત સરકારના ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન (ICCR) નો અદભુત સાંસ્કૃતિક કાર્યક્રમ ‘ભારત – આંત્તરરાષ્ટ્રીય રામાયણ મેલા કાર્યક્રમ ૧૮ થી ૨૧ જાન્યુઆરી દરમ્યાન પુરાના કિલ્લા નવી દિલ્હી ખાતે વિદેશ અને સંસ્કૃતિ રાજ્ય મંત્રી શ્રીમતી મીનાક્ષી લેખી ના મુખ્ય મહેમાન પદે યોજાઈ ગયો. ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદનો મુખ્ય ઉદ્દેશ ભારત અન્ય દેશો સાથે સાંસ્કૃતિક સંબંધોનું સક્રિયપણે આદાન પ્રદાન કરી આપણી ધરોહરને વિકસિત રૂપ આપી સર્જકોને એક મજબૂત પ્લેટફોર્મ આપવાનો છે.

ICCR તરફથી કલા અને સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત પરંપરાગત ટ્રેડિશનલ ચિત્રકારી કરતા ભારતીય કલાકારોને સ્ટોલ આપવામાં આવેલ. નાટક યોગા, ફોક ડાન્સ જેવા વિવિધ કાર્યક્રમોમાં ઈન્ડોનેશિયા, શ્રીલંકા, મલેશિયા જેવા વિદેશના કલાકારોએ પોતપોતાની કલા પ્રદર્શિત કરેલ. આ સાથે ચિત્રકારો માટે આર્ટિસ્ટ રેસીડેન્સી કેમ્પનું આયોજન પણ હતું સમગ્ર દેશમાંથી માત્ર ૨૦ જેટલા વાસ્તવિક શૈલીમાં માહેર એવા પ્રતિષ્ઠિત ચિત્રકારો ને આમંત્રિત કરવામાં આવેલ. તેઓ રામાયણ પરનું એક પ્રસંગચિત્ર તૈયાર કરી કાર્યક્રમના સ્થળે લાવેલ અને અને બીજું ચિત્ર કાર્યક્રમના સ્થળ પર જ લાઈવ ચિત્રિત કરેલ. આ અદભુત ચિત્રોનું પ્રદર્શન કાર્યક્રમ દરમ્યાન યોજાએલ. ઉપસ્થિત દરેક કલાકારોને પેઇન્ટિંગ કીટ રહેઠાણ, ફૂડ ઉપરાંત વિમાનની ટીકીટ પરિષદ દ્વારા મોકલાવાએલ હતી સાથે વિશેષ પુરસ્કાર અને પ્રમાણપત્ર ICCR પરિષદ દ્વારા અર્પણ કરવામા આવેલ. સમગ્ર કાર્યક્રમને દિલ્હીની જનતાએ ખુબ જ હર્ષભેર વધાવેલ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પંકજ મોદી ઉપરાંત અનેક વિદેશથી પધારેલ મહેમાન એ આ કાર્યક્રમને માણેલ.

આ કાર્યક્રમમાં ગુજરાતના ચિત્રકાર શ્રી અશોક ખાંટે ઉપસ્થિત રહી ‘ લંકાદહન ‘ વિષય પર સુંદર કલાકૃતિ સર્જી હતી. જે ચાહકોનું આકર્ષણ કેન્દ્ર બની. કલાકાર શ્રી ખાંટ અમેરિકાની આઇ. સી. મી. ઇક દ્વારા વિશ્વના 63 દેશના શ્રેષ્ઠ 63 વાસ્તવિક ચિત્રકારોમાં સ્થાન પામેલ છે. રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા ગૌરવ પુરસ્કારથી સન્માનિત કલાકારને સ્વાતંત્ર્યદિન કાર્યક્રમમાં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સન્માનિત પણ કરવામાં આવેલ છે.