જીવસૃષ્ટિ ની વિચિત્રતા- સ્વાર્થી માછલીની મિત્રતા

સમુદ્રમાં એક માછલી છે જેને “શેફર્ડ ફિશ” કહેવામાં આવે છે. દરિયાઈ જીવોમાં તે સ્વાર્થી માછલી તરીકે ઓળખાય છે એના મિત્ર તરીકે બીજું એક દરિયાઈ પ્રાણી છે તેનું નામ છે “પોર્ટુગીઝ મેન ઓફ વોર” છે, તેનો ડંખ ખૂબ ઝેરી અને જીવલેણ છે, એવું માનવામાં આવે છે. એ ઓકટોપસ અને જેલીફીશ જેવું દેખાતું પ્રાણી છે અને ઘણીવાર દરિયાની બહાર જમીન પર પણ આવી શકે છે અને દરિયાની સપાટી ઉપર તરી શકે છે. આ બંને દરિયાઈ પ્રાણીઓ એકબીજાની નજીક રહેતા હોય છે. ભારતીય સમુદ્ર કિનારે પણ તે દેખા દે છે.

હવે મજાની વાત એ છે કે “શેફર્ડ ફીશ” ની સેવા બીજી માછલીઓને લલચાવીને “પોર્ટૂગીઝ મેન ઓફ વોર” નામના પ્રાણીની પાસે લાવવાની છે. તેનો ખોરાક નાની નાની માછલીઓ છે. એ “મેન ઓફ વોર” માટે સતત કાર્યરત રહે છે. શેફર્ડ માછલી સાથે જાણે એમઓયુ- કરાર કર્યા હોય તેવું છે.
વિશાળ દરિયાઈ પ્રાણી જગતમાં આવી અસંખ્ય વિશેષતાઓ જોવા મળે છે.

(સાપ) સામાજિક પથ ન્યુઝ મેગેઝીન માં આપણને સ્પર્શે તેવા સમાચાર અને માહિતી મૂકવામાં આવે છે આપ ફોલો કરી બેલ આઇકન દબાવો જેથી કરીને ગરમાગરમ પોસ્ટનું નોટિફિકેશન આપના નંબર પર મળતાં રહેશે. – નમસ્કાર

ફોલો કરવાનું ભુલશો નહિ.