સ્પાઇસ જેટની ફ્લાઈટના ટોઇલેટમાં ફસાયો યાત્રી

મુંબઈથી બેંગલોર જતી સ્પાઈસ જેટ એર લાઇન્સની ફ્લાઈટ મુંબઈથી ટેક ઓફ થઈ. ત્યારબાદ એક ૩૭ વર્ષીય યાત્રી ફ્લાઈટ માં ટોઇલેટ માં ગયો. જ્યારે તે બહાર નીકળવા ગયો ત્યારે તેને જોયું કે દરવાજો જામ થઈ ગયો છે. તેણે ખૂબ પ્રયત્ન કર્યા છતાં દરવાજો ન ખુલ્યો. ફ્લાઈટ ના સ્ટાફને આ વાતની જાણ થઈ. સ્ટાફે પણ બહારથી દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો છતાં ખુલ્યો નહીં.

ત્યારબાદ સ્ટાફે એક ચિઠ્ઠી લખીને અંદર સરકાવી, જેમાં લખ્યું હતું કે સર અમે અમારો બનતો પ્રયત્ન કરી રહ્યા છે દરવાજો ખોલવા માટે, તેમ છતાં જો અમે દરવાજો ન ખોલી શક્યા તો ગભરાવાની જરૂર નથી, આપણે થોડી વારમાં લેન્ડ થઈશું, તેથી કમોડ ને બંધ કરી તેની પર બેસો અને પોતાની જાતને સાચવો, એન્જિનિયર આવશે એટલે જેટલી જલ્દી બને તેટલી જલ્દી અમે દરવાજો ખોલી દઈશું.

ફ્લાઈટ ની મોંઘીદાટ ટિકિટ લઈને યાત્રીઓએ કમોડની સીટ પર બેસવાનો વારો આવ્યો આ છે આપણી એરલાઈન્સની પરિસ્થિતિ, આ દરવાજો જામ હતો તે સ્ટાફ જાણતો હતો છતાં તેની પર ધ્યાન ન આપવામાં આવ્યું તેનું પરિણામ યાત્રીએ ભોગવવું પડ્યું.

આ અગાઉ પણ ઘણી એરલાઈન્સની બેદરકારીનો યાત્રીઓને સામનો કરવો પડ્યો છે.