ભારતીય સંસ્કૃતિનુ સાંસ્કૃતિક પુનરુત્થાન

ભારતીય સંસ્કૃતિ સાંસ્કૃતિક પુનરુત્થાન માટે આગળ આવો ભારતીય તત્વજ્ઞાનના પાયાનું મૂળ સ્વરૂપ જો સામાન્ય લોકોને સમજાઈ જાય તો દરેક બુદ્ધિમાન માણસને અનુભવ થાય કે આ તત્વજ્ઞાન આજના બધા તત્વજ્ઞાન કરતાં ઊંચું છે

જે વિચારધારાઓ આજના સમયમાં પોતાને સર્વોપયોગી અને વ્યવહારિક સિદ્ધ કરે છે એમના કરતાં ભારતીય તત્વજ્ઞાન બધી રીતે ચડિયાતું છે આપણી પ્રાચીન વિચારધારા અને પરંપરા ને જો સારી રીતે સમજવામાં આવે તો તે માનવજીવનની બધી જ સમસ્યાઓને હલ કરવામાં વધારે આધુનિક અને તથા વ્યવહારિક સાબિત થાય છે

આપણું તત્વજ્ઞાન સંપૂર્ણ રીતે મનોવૈજ્ઞાનિક પદાર્થો વિજ્ઞાન તર્ક પ્રમાણ અનુભવ વગેરે નક્કર આધારો પર આધારિત છે એ જ રીતે રીતરિવાજો તહેવારો વ્રતો ઉત્સવો સંસ્કારો ભાષા પોશાક વગેરેનું મહત્વ જો સમજાય અને સમયના ખરાબ પ્રભાવના કારણે તેમનામાં આવી ગયેલી વિકૃતિઓને દૂર કરી દેવામાં આવે તો આપણી સંસ્કૃતિની મહાનતા અને ઉપયોગીતા દરેકની સમજમાં આવી જશે પછી તેની ઉપેક્ષા અનાદર કે નિંદા કરવાનું કોઈ કારણ રહેશે નહીં

સાંસ્કૃતિક પૂર્ણ સ્થાન માટે આપણે સૌથી પહેલું કાર્ય એ કરવાનું છે કે તેને શુદ્ધ રૂપમાં લોકોની સામે રજૂ કરવામાં આવે અને તેમને બતાવવામાં આવે કે તે મહાનતા અપનાવી આપણા માટે બધી દ્રષ્ટિએ કેટલી લાભદાયક બની શકે એમ છે સંસ્કૃતિની સેવાનું સૌથી પહેલું કાર્ય એ છે કે આપણે આપણા દર્શન શાસ્ત્ર તત્વજ્ઞાન તથા આચાર વિચારનું વ્યવહારિક રૂપ લોકોને આગળ જતું કરીએ જેથી તેની ઉપેક્ષા કરનારા લોકોમાં તેના પ્રત્યે આસ્થા જાગે આવો આપણે સંગઠિત થઈને આ મહાન કાર્યમાં જોડાઈએ
(અખંડ જ્યોતિ માંથી જનજાગૃતિ માટે સાભાર)