4.4 ની તિવ્રતાના ભૂકંપે ધ્રૂજાવ્યા અંદમાન-નિકોબાર ટાપૂઓ

સમગ્ર પૃથ્વી પર પ્રકૃતિ દ્વારા ઘણી બધી પરિસ્થિતીઓ બદલાતી રહે છે. જેના કારણે જ્વાળામુખી, વાવઝોડા, ભૂકંપ જેવી ભયાનક કુદરતી આફતો અવારનવાર અનુભવાય છે.

આજે વહેલી સવારે 7ઃ06 વાગ્યે અંદમાન-નિકોબાર ટાપૂ પર આવેલ નેશનલ સેન્ટર ઓફ સીસ્મોલોજી દ્વારા રીક્ટર સ્કેલ 4.4 તિવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધવામાં આવ્યો હતો. જેનું સેન્ટર ટાપૂ પર 11 કિમી જમીનની નીચે હોવાનું અનુમાન છે.