રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જે કાર્યક્રમ દેશભરમાં થઈ રહ્યા છે એના કારણે ભક્તિમય વાતાવરણ નો લાભ લેવા માટે સાયબર ફ્રોડ થવાની ઘણી બધી શક્યતાઓ છે આથી દેશના સાયબર ક્રાઇમ વિભાગે લોકોની સલામતી ના ભાગરૂપે જાહેરાત કરી છે.
જાગૃત નાગરિકોએ એ ચિંતા વ્યકત કરી છે. જેથી કરીને ઠગ લોકો ની જાળમાં કોઈ ફસાઈ ન જાય.
જાગૃત અધિકારીઓએ શોધી કાઢ્યું છે કે આ મંદિર ના ભક્તિમય વાતાવરણમાં છેતરપિંડીની યોજનાઓ ઠગ લોકો રામ મંદિરના શીર્ષક હેઠળ અને ભક્તિમય વાતાવરણની ભાવનાઓમાં તણાઈ જઈને કોઈ માયાજાળમાં ફસાઈને સાયબર ક્રાઇમ કરી ન બેસે.
ઠગ લોકોની યોજનાઓ કેવી હોઈ શકે?
જેમ કે મંદિરના પ્રસાદની હોમ ડિલિવરી કરવામાં આવશે. તમને કહેવામાં આવે કે મંદિરના આશીર્વાદીત પ્રસાદ આપના ઘર સુધી મેળવી શકાય છે. આવા સમયે આવી ઓફર કાયદેસર છે કે કેમ તેની તપાસ કરવી.
મંદિર ના કાર્યક્રમ માં આમંત્રણ આપવામાં આવે તેવી યોજનાઓ પણ કરી શકે છે અને પ્લેનની કે ટ્રેનની ટિકિટ ઓછી કિંમતે આપવામાં આવે અને આગળ જતા અધવચ્ચે તમને એક યા બીજા પ્રકારે હેરાન કરી તમારી પાસે પૈસા પડાવી શકે. માટે એવી લાલચમાં આવવું નહીં.
રામ મંદિરની ટ્રસ્ટની કે એવા ભળતા નામ વાળી સંસ્થાઓ ના નામે પણ ફ્રોડ થઈ શકે છે તેથી તમારા પર આવતા ફોન કોલ, ઈ-મેલ કે જાહેરાત થી ચેતતા રહેવું જોઈએ.
આપને મોટી રકમ ખર્ચીને વીઆઈપી સ્કીમ હેઠળ આમંત્રણ આપવામાં આવે તો જાણી લેવું જરૂરી છે કે એવી કોઈ યોજના છે કે કેમ મંદિર વહીવટની સંસ્થાઓ દ્વારા કાર્યક્રમની તપાસ કરવી.
બોગસ સંસ્થાઓ દ્વારા ડોનેશન મેળવવાનું ષડયંત્ર ડોનેશન ઉઘરાવવા માટે મુખ્ય સંસ્થાઓએ કોઈને જવાબદારી સોંપી છે કે કેમ તેની તપાસ કરવી પ્રાણ પ્રતિષ્ઠા ત્યારબાદ થતી પૂજાઓ માં ભાગ લેવા માટે ઠગ લોકો તમારે ઘર આંગણે સીધો સંપર્ક કરી શકે તો ચેતતા રહેવું.
એવું પણ બની શકે કે જાણીતા પૂજારીઓ અને સંતોના નામ, ફોટાઓ વાપરીને ડુપ્લીકેટ જાહેરાતો સોશિયલ મીડિયા દ્વારા ફરતી હોય તો તે સમયે ચેતતા રહેવું.
જાગૃત રહી આટલું તપાસો, અનઅધિકૃત જાહેરાત પર વિશ્વાસ કરવો નહીં જો કોઈ કહેતા હોય કે અમે ટ્રસ્ટ સાથે સંકળાયેલા છીએ તેવા લોકોની આંખોની શરમ ભર્યા વગર તેમની પાસે સાચી માહિતી માંગો. રામ મંદિર ટ્રસ્ટ ઓથોરિટી તરફથી ટીવી ન્યુઝ વેબસાઈટ વગેરે પર જે જાહેરાતો આવે છે તેના પર ધ્યાન આપો સાચી જાણકારી મેળવીને નિર્ણય લેવો.
આપ સંપૂર્ણ જાણકાર હોવા છતાં બની શકે કે કોઈક રીતે તમે ફસાઈ ગયા છો તો તાત્કાલિક 1930 ડાયલ કરો અને સાયબર ક્રાઇમ વિભાગમાં જાણ કરો તથા નજીક નાં પોલિસ સ્ટેશન જઈ અને ફરિયાદ નોંધાવો.