છેલ્લાં કેટલાંક સમયથી ભારતની જનતા ૨૨ જાન્યુઆરીની રાહ જોઈ રહી હતી. આજે રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભારતમાં ઠેર ઠેર રેલીઓ, જાહેર ભોજન, શહેરો – મોહલ્લાને શૃંગાર કરવામાં આવ્યા છે.
રામ લલ્લાની સ્થાપના થઈ તે માટે લોકોએ ઉલ્લાસભેર ઊજવણી કરી છે. આ સમગ્ર વાતાવરણ જોઈ એમ લાગે છે કે ખરેખર દિવાળી આવી હોય. રામભક્તો દ્વારા કરોડો રૂપિયાના ફટાકડા ફોડવામાં તથા આતશબાજી કરવામાં આવી છે.
સામાજિક પથ દરેક રામભક્તને અભિનંદન પાઠવે છે.