કોંગ્રસના અર્જુન મોઢવાડિયા, શૈલેષ પરમાર, બાબુ વાજા, રઘુ દેસાઈ, અમરીશ ડેર, ભીખાભાઈ જોશી, વિમલ ચુડાસમા, લલીત વસોયા સહિતના નેતાઓના પક્ષપલટાના સમાચાર વહેતા થયા હતા. ત્યારબાદ કોંગ્રેસમાં ભાગદોડ મચી હતી. સમગ્ર બાબતને ગંભીરતાપૂર્વક લેતા રઘુભાઈ દેસાઈ અને લલીત વસોયાએ આ પ્રકારના સમાચારોને પાયાવિહોણા ગણાવી હમેશાં કોંગ્રેસ પક્ષ માટે કાર્ય કરતા રહેશે તેવું સોશિયલ મીડિયા દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.